Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ

ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ
, બુધવાર, 1 ડિસેમ્બર 2021 (08:18 IST)
આજે વહેલી સવારે અમદાવાદમાં  ધીમી ધારે વરસાદી ઝાપટું પડયુ હતું. . . પવન સાથે વરસાદી ઝાપટું પડતા વાતાવરણમાં ઠંડક વધી ગઈ હતી. વરસાદ  વહેલી સવારે  મોર્નિંગ વોક કરવા આવતા લોકો પણ ઠંડીમાં ઠૂંઠવાયા હતા
 
અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારમાં વરસાદ જોવા મળ્યો છે. વસ્ત્રાપુર, બોડકદેવ અને બોપલમાં વરસાદી ઝાપટાં જોવા મળ્યાં. બોપલ, પ્રહલાદનગર, ગોતા, શિવરંજની, શ્યામલ વિસ્તારમાં વરસાદી છાંટા પડ્યા છે. તો જીવરાજ અને વેજલપુર સહિતના વિસ્તારમાં વરસાદ જોવા મળ્યો છે. વરસાદી ઝાપટાને લીધે વાતાવરણમાં ઠંડક વધી છે. 
 
હવામાન વિભાગ દ્વારા બે દિવસ સુધી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં પણ માવઠાની આગાહી કરાઈ છે. જેથી ખેડૂતોને પાક સલામત સ્થળે રાખવાની સલાહ અપાઈ છે. માવઠાની આગાહીના પગલે હાલ ખેડૂતોને સિંચાઈ ના કરવા પણ અપીલ કરાઈ છે. ખેડૂતોએ તૈયાર પાક યોગ્ય સ્થાને મૂકવા, પાકને નુકસાન ન થાય તે માટે સાવચેતી રાખવા અને નમી જાય તેવા પાકને ટેકો આપવા પણ સૂચના અપાઈ છે.  આ વરસાદથી શિયાળુ પાક ઉપરાંત આંબાનાં બગીચાઓમાં વ્યાપક નુકશાન થઈ શકે છે. જેથી ખેડૂતોને પણ આર્થિક ફટકો પડશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતમાં ઓમિક્રૉનના ભય વચ્ચે સરકારની નવી ગાઈડલાઈનનું જાહેરનામું- જાણો શુ રહેશે ચાલૂ અને