Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Mawtha Gujarat- ગુજરાતમાં 2 દિવસ માવઠાની આગાહી

Mawtha Gujarat- ગુજરાતમાં 2 દિવસ માવઠાની આગાહી
, મંગળવાર, 23 નવેમ્બર 2021 (11:58 IST)
અરબી સમુદ્રમાં (arebian sea) બનેલી લો પ્રેશર સિસ્ટમ સાઉદી તરફ જઇ રહી છે. પવનની પેટર્ન દરિયાઇ થઇ જતાં સોમવારે વાતાવરણ વાદળછાયું રહ્યું હતું. જેને કારણે રાજ્યના (Gujarat) અનેક વિસ્તારોમાં ઝાપટા પડ્યા હતા. હવામાન વિભાગ (Gujarat weather forecast) દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં સતત પલટો જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે. જ્યારે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો આજે સુરત, તાપી, ડાંગ, વલસાડ, નવસારી, દમણ અને દાદરાનગર હવેલીમાં કમોસમી વરસાદ વરસી વરસવાની આગાહી કરવામાં આવી છે.

રાજ્યમાં કમોસમી વરસાદનું સંકટ ટળ્યું હતું ત્યારે સોમવારે અમરેલીના ખાંભા તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ખાંભા તાલુકાના લાસા ગામમાં બે ઈંચ જેટલો વરસાદ વરસતા ગામની શેરીઓમાં નદીના પૂરની માફક પાણી વહેતા જોવા મળ્યા હતા. કમોસમી વરસાદી કહેર સામે ધરતીપુત્રો પણ લાચાર જોવા મળ્યા હતા.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Jharkhand:: ઘનબાદમાં નદીમા ખાબકી બેકાબૂ કાર, દુર્ઘટનામાં બાળકો અને મહિલાઓ સહિત કુલ 5ના મોત