Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Rain -સુરતના બારડોલી પંથકમાં ભારે પવન અને ગાજવીજ સાથે કમોસમી વરસાદ

Rain -સુરતના બારડોલી પંથકમાં ભારે પવન અને ગાજવીજ સાથે કમોસમી વરસાદ
, મંગળવાર, 23 નવેમ્બર 2021 (09:01 IST)
ગુજરાતમાં હાલ બેવડા હવામાનનો અનુભવ થઈ રહ્યો છે, એક તરફ ઠંડી અને તડકાની સ્થિતિ છે તો બીજી તરફ કેટલાક વિસ્તારોમાં વરસાદ થયો છે. હાલ અરબ સાગરમાં રહેલી સિસ્ટમ સોમાલિયા તરફ જતી હોવાથી ગુજરાતમાં વરસાદી ગતિવિધિ ઘટવાની શક્યતા છે. જોકે, હવામાનના કેટલાક મોડૅલ અનુસાર રાજ્યમાં ડિસેમ્બર મહિનાની શરૂઆતમાં ફરી કમોસમી વરસાદ પડી શકે છે.   

પાટણ જિલ્લાને બે દિવસ પહેલા કમોસમી વરસાદે બાનમાં લીધો હતો જેના કારણે શિયાળું પાકને નુકસાન જતા ખેડૂતોને સહાયની માંગ કરી છે.. પાટણના રાધનપુર સાંતલપુર સરસ્વતી તાલુકામાં એક ઇંચથી લઈ અઢી ઇંચ જેટલો કમોસમી વરસાદ ખાબક્યો હતો જેની સૌથી વધુ ખરાબ અસર શિયાળુ પાક ઉપર થવા પામી હતી. 
 
અમરેલીના લાસા ગામમાં બે ઈંચ વરસાદ ખાબકતાં ગામની શેરીઓમાં નદીની માફક પાણી વહેતા થયા, ધરતીપુત્રોની ચિંતા વધી રાજ્યમાં કમોસમી વરસાદનું સંકટ ટળ્યું હતું ત્યારે સોમવારે અમરેલીના ખાંભા તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ખાંભા તાલુકાના લાસા ગામમાં બે ઈંચ જેટલો વરસાદ વરસતા ગામની શેરીઓમાં નદીના પૂરની માફક પાણી વહેતા જોવા મળ્યા હતા. કમોસમી વરસાદી કહેર સામે ધરતીપુત્રો પણ લાચાર જોવા મળ્યા હતા.
 
કમોસમી વરસાદ અને માવઠાના મારને કારણે ખેડૂતોને નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે ત્યારે ખેડૂતો સહાયની માંગ કરી રહ્યા છે ખૂદ જિલ્લા ખેતીવાડીના અધિકારી પણ કબૂલી રહ્યા છે કે જિલ્લામાં 59 હજાર 131 હેક્ટરમાં રવિ પાકનું વાવેતર કરવામાં આવ્યું જેમાં કમોસમી વરસાદને કારણે જુવાર, જીરુ,રાઈ જેવા પાકોમાં તેની ગુણવત્તા ઉપર અસર જોવા મળી છે..વધુમાં ખેતી નિયામકના કહ્યું અનુસાર આ કમોસમી માવઠાથી ઉત્પાદન ઉપર કોઇ અસર થવા પામી નથી પરંતુ પાકની ગુણવત્તા ઉપર અસર થવાને કારણે કમોસમી વરસાદથી ૭ થી ૮ ટકા જેટલું નુકસાન થયુ હોવાનું ખૂદ ખેતી નિયામક કબૂલી રહ્યાં છે ત્યારે રાજ્ય સરકાર સર્વે કરી ખેડૂતોને ન્યાય આપે તેવી માંગ ઉઠી રહી છે.. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ટૂંકી ચર્ચા અને કૃષિ મંત્રીનું સંબોધન; એગ્રીકલ્ચર એક્ટ નાબૂદ કરતા પહેલા મોદી સરકાર સંસદમાં શું કરશે?