Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Heavy rain in Gujarat - ગુજરાત જળબંબાકાર, આગામી પાંચ દિવસમાં રાજ્યમા ભારેથી અતિભારે વરસાદની આગાહી

Heavy rain in Gujarat - ગુજરાત જળબંબાકાર, આગામી પાંચ દિવસમાં રાજ્યમા ભારેથી અતિભારે વરસાદની આગાહી
, મંગળવાર, 18 ઑગસ્ટ 2020 (08:31 IST)
ગુજરાતમાં એકસાથે ત્રણ સિસ્ટમ સક્રિય થતાં રાજ્યમાં સારો એવો વરસાદ પડી શકે છે. ગઈકાલે રાતે બે કલાકમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થતાં ચોતરફ પાણી ભરાવવાના દૃશ્યો જોવા મળ્યા હતા. સોમવારની રાતે 8 થી 10 વાગ્યે  સમયગાળામાં પૂર્વ વિસ્તારોમાં ચાર ઇંચ જેટલો તો પશ્ચિમ વિસ્તારોમાં બે ઇંચ જેટલો વરસાદ પડતાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. રાજ્યમાં મેઘમહેર યથાવત છે. હવામાન વિભાગ અનુસાર હજુ આગામી પાંચ દિવસમાં રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. 
webdunia
હવામાન વિભાગ અનુસાર આજે દક્ષિણના સુરત, નવસારી, વલસાડ, દમણ અને ડાંગમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે 19 ઓગષ્ટના ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને પાટણમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો 20 ઓગષ્ટના સૌરાષ્ટ્રના રાજકોટ અને કચ્છમાં તથા મધ્ય ગુજરાતના વડોદરા, પંચમહાલ અને દાહોદમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
 
વરસાદી સિસ્ટમ યથાવત રહેતા હજુ આગામી પાંચ દિવસ સુધી રાજ્યમાં વરસાદી માહોલ રહેવાની આગાહી છે. હવામાન ખાતાએ જણાવ્યું કે, આગામી પાંચ દિવસ સુધી રાજ્યના મોટાભાગના વિસ્તારમાં ધોધમાર વરસાદ પડવાની શક્યતા છે. જેમાં ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને દક્ષિણ ગુજરાતના સુરત તથા નવસારીમાં અતિભારે વરસાદ પડવાની આગાહી છે. સુરત, દ્વારકા, ગીર સોમનાથ, બનાસકાંઠા, નર્મદા, ભરૂચ, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી, જામનગર, પોરબંદર, જૂનાગઢ, મોરબી અને કચ્છમાં અતિભારે વરસાદ પડશે. જ્યારે પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, આણંદ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, રાજકોટ, અમરેલી, ભાવનગર અને દિવમાં ભારે વરસાદ પડશે.
 
સુરત જિલ્લાના માંડવીમાં 10 કલાકમાં 10 ઇંચ, મહુવામાં 9.2 ઇંચ, બારડોલીમાં 5.92 ઇંચ, ચોર્યાસીમાં 4.36 ઇંચ, પલસાણામાં 4.96 ઇંચ જ્યારે તાપી જિલ્લાના ડોલવણમાં 6.8 ઇંચ, વાલોદમાં 6.16 ઇંચ, વ્યારામાં 4.48 ઇંચ વરસાદ નોંધાયો હતો. તેવી જ રીતે નવસારીમાં 6 ઇંચ, વાંસદામાં 6.68 ઇંચ, ખેરગામમાં2.24 ઇંચ, ગણદેવીમાં 3.24 ઇંચ, જલાલપોરમાં 4 ઇંચ વરસાદ ખાબક્યો હતો.
 
આ સાથે જ વલસાડના ધરમપુરમાં 4.56 ઇંચ, કપરાડામાં 2.76 ઇંચ, વલસાડમાં 2.2 ઇંચ અને પારડીમાં 1.72 ઇંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે ડાંગ જિલ્લામાં પણ મેઘમહેર યથાવત્ રહ્યો હતો. ડાંગ જિલ્લાના વઘઇમાં 5.5 ઇંચ, આહવામાં 4.6 ઇંચ, સુબીરમાં 2.7 ઇંચ, સાપુતારામાં 1.7 ઇંચ વરસાદ નોંધાયો હતો. તાપી જિલ્લામાં 12થી વધુ ગામ, નવસારીમાં 240 વ્યક્તિનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. જ્યારે બારડોલીમાં બામણી ગામના હળપતિવાસમાં આવેલા ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા.
 
ઉત્તર ગુજરાતમાં મહેસાણા જિલ્લામાં સતલાસણામાં 2 ઇંચ, વિસનગર-કડીમાં 1-1 ઇંચ વરસાદ પડ્યો હતો જ્યારે બનાસકાંઠા જિલ્લામાં અમીરગઢમાં 3, ડીસામાં 2 અને દાંતીવાડા-ધાનેરામાં 1-1 ઇંચ જ્યારે સાબરકાંઠાના વડાલી અને ઇડરમાં 3 ઇંચ વરસાદ પડ્યો હતો.
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

પ્રખ્યાત શાસ્ત્રીય ગાયક પંડિત જસરાજનુ અમેરિકાના ન્યૂ જર્સીમાં નિધન