Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ભાજપના સાંસદ કિરીટ સોલંકીના ઘરમાં 10 લાખના દાગીનાની ચોરી, બે ઘરઘાટી બહેનો ઝડપાઈ

ભાજપના સાંસદ કિરીટ સોલંકીના ઘરમાં 10 લાખના દાગીનાની ચોરી, બે ઘરઘાટી બહેનો ઝડપાઈ
, સોમવાર, 17 ઑગસ્ટ 2020 (16:04 IST)
ભાજપના અમદાવાદ પશ્ચિમના સાંસદ કિરીટ સોલંકીના ઘરમાંથી ઘરઘાટી મહિલાઓએ ડિજિટલ લોકરમાંથી 10 લાખથી વધુની મત્તાની ચોરી કરી હતી. આ અંગે રાણીપ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થતાં પોલીસે ગણતરીના કલાકોમાં બે મહિલાઓને ઝડપી લીધી છે. બંને સગી બહેનો છે. શહેરના રાણીપ વિસ્તારમાં રહેતા બિલ્ડરના ઘરમાં કામ કરવા આવતી બે સગી બહેનોએ રૂ. 10 લાખના દાગીનાની ચોરી કરી હતી. ડિજિટલ લોકરના પ્લેટના સ્ક્રૂ ખોલી અને દાગીના ચોરી કરી હતી. પરિવારના લોકોને બંને બહેનોને પૂછપરછ કરી હતી પરંતુ સાચી હકીકત ન જણાવતાં રાણીપ પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી બંને બહેનોની પૂછપરછ અંગે તપાસ શરૂ કરી છે.રાણીપમાં આવેલી કિર્તન સોસાયટીમાં ‘ચિરાગ’ બંગ્લોઝમાં રહેતા મેહુલ કાલરીયા રિયલ એસ્ટેટનો બિઝનેસ કરે છે. મેહુલના ઘરે કાળીગામમાં રહેતી જયા અને રીટા વાઘેલા નામની બે બહેનો ઘરકામ માટે જતી હતી. ઘરમાં બેડરૂમમાં વોર્ડરોબમાં એક નાના ડિજિટલ લોકરમાં સોના અને ડાયમંડ જડિત રૂ. 10 લાખના દાગીના હતા. આ બાબતે ઘરના સભ્યો અને ઘરકામ કરતી બંને બહેનો પણ જાણતી હતી.થોડા સમય પહેલા લોકર બગડતા ટેક્નિશિયન આવ્યો હતો અને તેણે મેન્યુઅલ ચાવીથી ખોલવાની જગ્યાએ સાઈડમાં આવેલા પ્લેટને સ્ક્રૂથી ખોલ્યા હતા. બાદમાં નવા પાસવર્ડ સેટ કર્યા હતા. 5 જુલાઈએ દાગીના લેવા લોકર ખોલ્યું ત્યારે લોકરમાં બંને પ્લેટના સ્ક્રૂ ખુલ્લા હતા અને લોકરમાંથી દાગીના ગાયબ હતા. દાગીના બાબતે ઘરમાં કામ કરતી જયા અને રીટાને જ જાણ હતી. બંને ઘરમાં જ સફાઈ કરતી હતી. તેઓને આ બાબતે પૂછતાં સાચો જવાબ આપતી ન હતી. જેથી આ બાબતે તેઓ રાણીપ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

રિક્ષા, ખાનગી વાહનોના ડ્રાઇવર, મુસાફરો માટે માસ્ક ફરજિયાત