Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

હાઇકોર્ટના અપડેટ કેસોની જનતાને વિગતો આપતી સિસ્ટમનું લોન્ચિંગ

હાઇકોર્ટના અપડેટ કેસોની જનતાને વિગતો આપતી સિસ્ટમનું લોન્ચિંગ
, સોમવાર, 17 ઑગસ્ટ 2020 (14:34 IST)
કોરોનાની મહામારીના કારણે હાઇકોર્ટ સંકુલના ઇન્કવાયરી કાઉન્ટર બંધ થતાં કેસોની અપડેટ વકીલો, પક્ષકારો અને જાહેર જનતાને મળી રહે તે માટે ઓનલાઇન સેવાનું લોન્ચિંગ 15મી ઓગસ્ટના રોજ ચીફ જસ્ટિસ વિક્રમ નાથ દ્વારા કરવામાં આવ્યું છે. આ ઉપરાંત કેસોના ઇ-ફાઇલિંગની સુવિધાને અનલોક બાદ પણ ચાલુ રાખવા અવગ પોર્ટલ બનાવાયું છે. જો કે આ શરૂઆતમાં આ પોર્ટલ પર અમુક કેસોના ઇ-ફાઇલિંગની સુવિધા જ ઉપલબ્ધ હશે. લોકોને તેમના ઇ-મેઇલ પર કેસોની વિગત આપવા લોન્ચ કરાયેલી સેવાનું નામ “EmailMyCaseStatus” રાખવામાં આવ્યું છે. હાઇકોર્ટની વેબસાઇટ પર તમામ કેસોની વિગત ઉપલબ્ધ હોય છે, પરંતુ આ વ્યવસ્થા થકી જે-તે કેસની સુનાવણીની તારીખો તેમજ આદેશો અને ચુકાદાઓની પી.ડી.એફ. નકલ સહિતની માહિતી ઇ-મેઇલ દ્વારા મોકલવામાં આવશે. આવી રીતે ઇ-ઇમેઇલ દ્વારા અપડેટ અને ચુકાદાની નકલ આપવાની સુવિધા દેશોમાં સૌપ્રથમવાર લોન્ચ થઇ છે. લોકડાઉનના કારણે વીડિયો કોન્ફરન્સથી સુનાવણી અને ઇ-મેઇલ દ્વારા કેસોનું ફાઇલિંગ થતું હતું. કેસોના ફાઇલિંગને કાયમી વ્યવસ્થા બનાવવા હવે અલાયદું પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે.  જો કે આ અત્યારે અમુક સીમિત કેસોનું ઇ-ફાઇલિંગ જ આ પોર્ટલ પર થઇ શકશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

દક્ષિણ ગુજરાતમાં વરસાદ નરમ પડ્યો, પણ રાજ્યના આ વિસ્તારો જળબંબાકાર