રાજ્યમાં 232 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમા સૌથી વધુ જાંબુઘોડામાં 8 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. તો ડેડિયાપાડામાં સવા 7 ઇંચ, માંડવીમાં 6.6 ઇંચ, સોનગઢમાં 6.5 ઇંચ, પારડીમાં 6.5 ઇંચ, ગણદેવીમાં 6 ઇંચ, વ્યારામાં 5.5 ઇંચ, વાલોદમાં સવા 5 ઇંચ, અંકલેશ્વરમાં સવા 5 ઇંચ, વાંસદામાં 5 ઇંચ, ચીખલીમાં 5 ઇંચ, સિદ્ધપુરમાં પોણા 5 ઇંચ અને વઘઈમાં પણ પોણા 5 ઇંચ વરસાદ વરસ્યો છે. આ સાથે સાકલોનીક સર્ક્યુલેશન અને લો પ્રેશર સક્રિય થયુ છે. આ સર્જાતા રાજ્યમા આગામી પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.હવામાન વિભાગની આગાહી પ્રમાણે, સાયક્લોનીક સર્ક્યુલેશન અને લો પ્રેશર સક્રિય થયુ છે. જેના પરિણામ રૂપે રાજ્યમા આગામી પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. IMDની વેબસાઈટમાં કરેલી આગાહી પ્રમાણે, રાજ્યના વિવિધ ભાગોમાં ધોધમાર વરસાદ વરસશે. જેમાં બનાસકાંઠા, પાટણ, અરવલ્લી, દાહોદ, મહિસાગર, ભરૃચ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, દ્વારકા, સુરત, વડોદરા, તાપી, નવસારી, નર્મદા, જૂનાગઢ, ગીર સોમનાથ, સાબરકાંઠા, જામનગર, ભાવનગર, ગાંધીનગર, મહેસાણા તેમજ કચ્છમાં પાંચ દિવસ દરમિયાન ભારે વરસાદ પડવાની હવામાન ખાતાએ શક્યતાઓ વ્યક્ત કરી છે.રાજ્યમા વરસાદની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં ખેરગામમાં 4.5 ઇંચ, હાંસોટમાં 4.5 ઇંચ, પાવી જેતપુરમાં 4.5 ઇંચ, નેત્રંગમાં 4.5 ઇંચ, વિજાપુરમાં 4 ઇંચ, બારડોલીમાં 4 ઇંચ, ઈડરમાં 4 ઇંચ, ડોલવણમાં 4 ઇંચ, નાંદોદમાં 4 ઇંચ, કપરાડામાં 4 ઇંચ, ભાણવડમાં 4 ઇંચ, મહુવામાં 4 ઇંચ, ઉમરપાડામાં 4 ઇંચ, વલસાડમાં 4 ઇંચ, ધરમપુરમાં 4 ઇંચ, ઉમરગામમાં 4 ઇંચ વરસાદ નોંધાયો છે.