Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

મેઘરાજા થયા મહેબાન, નદી-નાળા સહિત ડેમ છલકાયા, માંડવીમાં સૌથી વધુ 8 ઇંચ વરસાદ

મેઘરાજા થયા મહેબાન, નદી-નાળા સહિત ડેમ છલકાયા, માંડવીમાં સૌથી વધુ 8 ઇંચ વરસાદ
, ગુરુવાર, 13 ઑગસ્ટ 2020 (11:35 IST)
સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. જેમાં રાજ્યમાં 24 કલાકમાં 234 તાલુકામાં વરસાદ નોંધાયો છે. તેમાં સૌથી વધુ સુરતના માંડવીમાં 8 ઇંચ વરસાદ વરસ્યો હતો. રાજ્યના 6 તાલુકામાં છ ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે. તો બીજી તરફ 27 તાલુકામાં 4 ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે રાજ્યમાં 42 તાલુકામાં 3 ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે. 
webdunia
જૂનાગઢ પંથકમાં પણ મોડીરાતથી ધોધમાર વરસાદ શરૂ થયો હતો. સૌરાષ્ટ્ર ભરમાં મોડી રાતથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. સૌરાષ્ટ્રના અનેક પંથકમાં હાલ વરસાદ છે. સૌરાષ્ટ્રમાં મોડીરાતે 2 વાગ્યાથી જ ધોધમાર વરસાદની શરૂઆત થઈ ગઈ હતી. સૌરાષ્ટ્રના જૂનાગઢ, અમરેલી, રાજકોટ, જસદણ, આટકોટ, ભાવનગર, જામનગરમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. જેને કારણે નદીઓમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. જ્યારે શહેરોના નીચાણવાળા વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ભરાયા હતા. જેથી વાહનચાલકોને ભારે હાલાકી પડી હતી.
webdunia
ગોંડલ પંથકમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે. ગઈકાલે સવારથી તાલુકામાં સતત વરસાદ ચાલુ છે. છેલ્લા 24 કલાકમાં ગોંડલમાં 4 ઇંચ વરસાદ ખાબક્યો છે. જેથી ગોંડલ શહેર તથા ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદથી નદી, નાળા તથા નાના ચેકડેમોમાં નવા નીરની આવક થઈ છે. 
webdunia
ભારે વરસાદથી રાજકોટવાસીઓ માટે સારા સમાચાર એ આવ્યા છે કે, પશ્ચિમ રાજકોટને પાણી પૂરું પાડતો ન્યારી-1 ડેમ ઓવરફ્લો થયો છે. ચાલુ વર્ષે પડેલ સારા વરસાદ અને ઉપરવાસમાં સતત બે દિવસથી થતા થતા વરસાદથી ડેમ ઓવરફ્લો થયો છે. ન્યારી 1 ડેમના 3 દરવાજા એક-એક ફૂટ ખોલવામાં આવ્યા છે. ડેમના દરવાજા ખોલવામાં આવતા વાજળી, વડવાજળી, વીરડા વાજળી, હરિપરપાળ સહિત 12 જેટલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા હતા. 
 
વલસાડ જિલ્લામાં મેઘમહેર યથાવત રહેતા ગત 24 કલાકમાં ઉમરગામ, ધરમપુર, કપરાડામાં 4 ઈંચ વરસાદ ખાબક્યો છે. પારડીમાં 6.72 ઈંચ, વાપી-વલસાડમાં 4 ઈંચમાં વરસાદ ખાબક્યો છે. કોલક, દમણગંગા, પાર અને ઔરંગા નદીઓ વહેતી થઈ છે.
 
આ સાથે અરવલ્લી જિલ્લામાં પણ ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે. જિલ્લાના ધનસુરા અને ભિલોડામાં ધોધમાર વરસાદથી મુખ્ય બજારોમાં પાણી ભરાયા હતા. જિલ્લામાં સારો વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી છે. અમદાવાદ શહેરમાં પણ વરસાદથી શહેરીજનોમાં આનંદનો માહોલ છવાયો છે.
 
રાજ્યમાં આજે સવારથી 66 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ રાજકોટના ગોંડલમાં 1.5 ઇંચ વરસાદ નોંધાયો છે. તો રાજકોટના જામકરોડણા અને ઉપલેટામાં સવા એક ઇંચ વરસાદ ખાબક્યો છે. તો બીજી તરફ, છેલ્લાં 24 કલાકના વરસાદના આંકડા પર નજરી કરીએ તો, ૨૪ કલાકમાં 234 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ સુરતના માંડવીમાં 8 ઇંચ વરસાદ વરસ્યો છે. તાપીના સોનગઢમાં પોણા આઠ ઇંચ કરતા વધારે વરસાદ વરસ્યો છે. નર્મદાના દેવ્યાપાડામાં અને પંચમહાલના જાંબુઘોડામાં 7 ઇંચ કરતા વધારે વરસાદ ખાબક્યો છે. વલસાડના પાલડીમાં પોણા સાત ઈંચ વરસાદ, નવસારીના ગણદેવીમાં 6 ઇંચ વરસાદ પડ્યો છે. 
 
વરસાદના પગલે સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી 119.69 મીટર સુધી પહોચી છે.જ્યારે જિલ્લાના કરજણ ડેમની સપાટીમાં છેલ્લા બે દિવસમાં 4 મીટરનો વધારો થયો છે. જેથી સપાટી 104.81 મીટરે પહોંચી છે. જેના પગલે બે જળવિદ્યુત મથક ફરીથી ધમધમતા થયાં છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

India Corona Virus: છેલ્લા 24 કલાકમાં રેકોર્ડ 66999 નવા કેસ નોંધાયા, જેમાં 942 લોકોનાં મોત