Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાતના 162 તાલુકામાં વ્યાપક વરસાદ, સૌથી વધુ તાપીમાં સવા પાંચ ઇંચ

ગુજરાતના 162 તાલુકામાં વ્યાપક વરસાદ, સૌથી વધુ તાપીમાં સવા પાંચ ઇંચ
, મંગળવાર, 11 ઑગસ્ટ 2020 (14:30 IST)
હવામાન વિભાગ દ્વારા બે દિવસ ગુજરાતમાં સારા વરસાદની આગાહી કરવામાં આવી હતી. ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન 162 તાલુકામાં વરસાદ  નોંધાયો છે. જેમાં રાજ્યમાં સૌથી વધુ વરસાદ તાપીના દોલવનમાં સવા પાંચ ઇંચ વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગ દ્વારા બે દિવસ ગુજરાતમાં સારા વરસાદની આગાહી કરવામાં આવી હતી.સુરતના ઉમરપાડા અને બનાસકાંઠાના દાંતામાં ત્રણ ઈંચ કરતા વધુ વરસાદ વરસ્યો છે. નર્મદાના ડેડીયાપાડામાં અઢી ઈંચ વરસાદ વરસ્યો છે.બનાસકાંઠાના અમીરગઢ અને દાંતીવાડા તેમજ સુરતના મહુવામાં સવા બે ઇંચ વરસાદ વરસ્યો છે. પાટણ જિલ્લાના સરસ્વતિ અને સિદ્ધપુર, નવસારીના વાસદા, સાબરકાંઠાના પોશિના અને ડાંગના વધઇમાં બે ઇંચ કરતા વધારે વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત રાજ્યના 12 તાલુકામાં બે ઈંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે. જ્યારે રાજ્યના 38 તાલુકામાં 1 ઇંચ કરતા વધારે વરસાદ પડ્યો છે. રાજ્યમાં આજે સવારથી 8 વાગ્યાથી સુધીમાં 33 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જૂનાગઢના માણાવદર અને વંથલીમાં સવા એક ઈંચ કરતા વધારે વરસાદ વરસ્યો છે. જૂનાગઢ અને જૂનાગઢ સીટીમાં પણ એક ઇંચ કરતા વધારે વરસાદ વરસ્યો છે. આજે સવારથી જૂનાગઢના તમામ તાલુકામાં વરસાદ નોંધાયો છે.  ગાંધીનગરના માણસામાં દોઢ ઇંચ વરસાદ વરસ્યો છે. બોટાદના ગઢડામાં 2 કલાકમાં 1 ઇંચ વરસાદ નોંધાયો છે.સુરત જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન સૌથી વધુ ઉમરપાડામાં 3.25 ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે મહુવામાં 2.10 ઈંચ, બારડોલીમાં 1 ઇંચ, ચોર્યાસી અને પલસાણામાં 1.25, માંગરોળમાં 20, ઓલપાડ અને માંડવીમાં 12 મિમી અને કામરેજ અને સુરત સીટીમાં 8 મિમી વરસાદ નોંધાયો છે.
webdunia

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ક્રિકેટર રવિન્દ્ર જાડેજા અને મહિલા પોલીસ કોન્સ્ટેબલ વચ્ચે માસ્ક બાબતે બોલાચાલી થઈ