ગુજરાતમાં ડિઝિટલ ટેકનોલોજીમાં હવે એસ ટી તંત્ર પણ તૈયાર થઈ રહ્યું છે. GSRTCની ઓફિશિયલ મોબાઈલ એપ્લિકેશન તાજેતરમાં જ લોન્ચ કરવામાં આવી છે. એસ.ટીમાં પણ હવે રેલવેની જેમ ટિકિટ બુકિંગ અને કેન્સલેશન ઓનલાઈન થઇ શકશે. યાત્રિકો પોતાને જે રૂટ પર જવું હશે તે રૂટની ટિકિટ 60 દિવસ અગાઉ એડવાન્સ બુકિંગ કરી શકશે. એવી જ રીતે કોઈ કારણોસર પોતાની યાત્રા રદ થાય તો બસ ઉપડયાના એક કલાક પહેલા આ એપ્લિકેશનના માધ્યમથી કેન્સલ પણ ઓનલાઈન કરાવી શકશે. આ ઉપરાંત યાત્રિક પોતાના રૂટની બસ ક્યાં પહોચી છે તે એપ્લિકેશનના માધ્યમથી ટ્રેક પણ કરી શકશે.તાજેતરમાં જ એસ.ટી નિગમે પોતાની નવી GSRTC ઓફિશિયલ એપ્લિકેશન લોન્ચ કરી છે જેમાં યાત્રિકોને તમામ માહિતી પ્રાપ્ત થશે પરંતુ એનરોઈડ ફોનના પ્લે સ્ટોરમાં GSRTC નામ સર્ચ કરવાથી 10થી વધુ જુદી જુદી GSRTC નામની જ એપ્લિકેશન ખુલે જે યાત્રિકોની દુવિધા વધારે છે કે ખરેખર સાચી એપ્લીકેશન કઈ છે.