Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ભાજપની સેન્સ પ્રક્રિયામાં હોદ્દેદારોએ નામ આપવાના બદલે ઠાલવ્યો રોષ

ભાજપની સેન્સ પ્રક્રિયામાં હોદ્દેદારોએ નામ આપવાના બદલે ઠાલવ્યો રોષ
, ગુરુવાર, 21 નવેમ્બર 2019 (15:31 IST)
ગુજરાત પ્રદેશ ભાજપની સંગઠન સંરચનાને લઈને મંડલો બાદ હવે શહેર-જિલ્લા પ્રમુખો માટે સેન્સ લેવાની કામગીરી ચાલી રહી છે. આજે પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે અમદાવાદ શહેર, ગાંધીનગર શહેર-જિલ્લાની સંરચના માટે નિરીક્ષકોએ આગેવાનોની સેન્સ લીધી . સેન્સ લેવાની પ્રક્રિયા સામે સૌથી મોટા સવાલ ઉભા થયા કારણ કે શહેરના આગેવાનો નામ લીધા વગર જ આવ્યાં હતા. તમામ આગેવાનો પ્રદેશ પર નામ નક્કી કરવાની જવાબદારી છોડતા આ પ્રક્રિયા ફારસ રૂપ બની છે. મોટા ભાગના આગેવાનોને સુર હતો કે પ્રદેશ નેતાઓ જ નામ નક્કી કરે જેના કારણે કોઈએ પણ નામ આપ્યા નહીં. ભાજપની સેન્સ લેવાની આ પ્રક્રિયા નાટક સ્વરૂપ બની કારણ કે શહેરના ધારાસભ્યો આગેવાનોને એક સાથે બેસાડીને નામ પૂછવામાં આવ્યા જેના કારણે કોઈએ નામ ન આપ્યું. અમદાવાદ શહેર માટે બધા નેતાઓએ સૂચનો કર્યા કે કોઈ એવી વ્યક્તિને જવાબદારી સોંપવી જે શહેર સંગઠનને મજબૂત કરી શકે અને કાર્યકરોની વચ્ચે રહે. વર્તમાન શહેર પ્રમુખ જગદીશ પંચાલ સામેની નારાજગી સીધી રીતે જ જોવા મળી હતી પણ મોટાભાગના આગેવાનોને તેમનું નામ લીધા વગર જ સૂચનો આપ્યા જેમાં કાર્યકરોની વાત સાંભળે તેવા નેતાને પ્રમુખની જવાબદારી આપવાની રજુઆત થઈ.નિરીક્ષકોએ તમામ આગેવાનોની વાત સાંભળ્યા બાદ શહેર સંગઠનની મુખ્ય ટીમ સાથે બેસીને કેટલાક નામો લઈને આવે તેવી સૂચના પણ આપી છે. જો કે અમદાવાદ શહેર સંગઠનમાં છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલા વિખવાદને કારણે 4-5 નામો પણ મુખ્ય આગેવાનો ભેગા મળીને નક્કી કરી શકે તેમ નથી. કેટલાક આગેવાનોએ તો ત્યાં સુધી રજુઆત કરી કે તમે શહેર પ્રમુખ માટે સેન્સ લેવાની કામગીરી કરી પણ વોર્ડ પ્રમુખો માટે શહેરના મુખ્ય આગેવાનોને આપેલા નામો કે ભલામણ પણ ધ્યાને નથી લેવાઈ. બધા આગેવાનોને ભેગા બેસાડીને નામ પૂછવાના બદલે અલગ અલગ મળવામાં આવ્યું હોત તો નિરીક્ષકો ને કદાચ સાચા નામો મળી શક્યા હોત તેવું તમામ આગેવાનો માની રહ્યા છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતમાં BRTS મોતની સવારીઃ- અકસ્માતોનો આંકડો 2018માં 200 સુધી પહોંચ્યો હતો