Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાતની રાજકીય ગાથા પુસ્તક વિવાદ: એક વર્ષ પછી તેમાં કોંગ્રેસે વિવાદ કરવાનું કારણ શું છે?

ગુજરાતની રાજકીય ગાથા પુસ્તક વિવાદ: એક વર્ષ પછી તેમાં કોંગ્રેસે વિવાદ કરવાનું કારણ શું છે?
, સોમવાર, 25 નવેમ્બર 2019 (11:32 IST)
ગુજરાતની રાજકીય ગાથા પુસ્તક વિષે કોંગ્રેસે કરેલા નિવેદન સામે મિડીયા સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, ગુજરાતની રાજકીય ગાથા પુસ્તક ડિસેમ્બર 2018માં પ્રકાશિત થયું છે. લગભગ એક વર્ષ પછી તેમાં કોંગ્રેસે વિવાદ કરવાનું કારણ શું છે ? કોંગ્રેસનો ઈરાદો શું છે ? તે ખબર પડતી નથી હોવાના ગુજરાત પ્રદેશ ભાજપ પ્રવકતા ભરત પંડયાએ સવાલ કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે આ પુસ્તકમાં 1960 થી 2017 સુધીની મુખ્યમંત્રીના કાર્યકાળ, સિદ્ધીઓનું વર્ણન છે. જે તે રાજકીય આંદોલનો અને ઘટનાક્રમોનો સમાવેશ થાય છે. ગુજરાતનો રાજકીય ઈતિહાસ, ગાથા અને ઘટનાક્રમોને બતાવવાનો પ્રયાસ થયો છે. ક્યાંક તુલનાત્મક અભ્યાસ કરવાનો પ્રયાસ કરાયો છે. પરંતુ, તેમાં કોઈને ખરાબ ચીતરવાનો ઈરાદો નથી. 
 
ભરત પંડયાએ વઘુમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસ વારંવાર “ભગવાકરણ” શબ્દ કેમ વાપરે છે ? તેમને ભગવાકલરથી એલર્જી કેમ છે ? ભાજપ દ્વારા કોઈ “ભગવાકરણ” કરવાનો પ્રયાસ નથી  પરંતુ દરેક વિષયને, દરેક ઘટનાને, “કોંગ્રેસીકરણ” કરીને “ભગવા”ને બદનામ કરવાનો કૂપ્રયાસ કરે છે. 
 
ભગવો એ“વસુદેવકુટુંબકમ્” વિશ્વનાં કલ્યાણનું પ્રતિક છે, ભગવો એ ઈતિહાસની પરંપરાનું પ્રતિક છે, ભગવો એ ત્યાગ, તપશ્ચર્યા અને બલિદાનોનું પ્રતિક છે, ભગવો એ જ્ઞાન અને સેવાનું પ્રતિક છે, દરેક મંદિરની ધજા ભગવી છે. પૂ.સંતોની ઓળખ ભગવો છે. સૂર્યનું ઉગવું અને આથમવું એ ભગવો છે, ભગવો એ પ્રકૃતિ, સંસ્કૃતિ અને પવિત્રતાનું પ્રતિક છે, ભગવો એ ત્રિરંગામાં “શૌર્ય”નું પ્રતિક છે. ત્યારે કોંગ્રેસ વારંવાર “ભગવા” શબ્દને વિવાદીત કરીને અપમાનિત કરવાનો પ્રયાસ બંધ કરે તેવી ભરત પંડયાએ નમ્ર અપીલ કરી હતી. 
 
અબડાસાના ધારાસભ્યએ આપેલ નિવેદન સામે પ્રતિભાવ આપતાં ભરત પંડયાએ જણાવ્યું હતું કે, તમામ ધારાસભ્યોએ લોકશાહીથી, લોકમતથી ચૂંટાયેલ પ્રજાના પ્રતિનિધી છે. પ્રજાના સેવક છે. પોતાની શક્તિ, નિષ્ઠા, સમય અને સમજ પ્રમાણે તમામ ધારાસભ્યો લોકસેવાના કાર્યો કરતાં હોય છે.  લોકશાહીમાં તમામ ધારાસભ્યો માટે આ પ્રકારના શબ્દો વાપરવા તે યોગ્ય નથી. 
 
પ્રજાએ ચૂંટેલ ધારાસભ્યો વિધાનસભાગૃહમાં પ્રજાહિતના વિધેયકો, કાયદાઓ, યોજના કે નિર્ણયોમાં સહભાગી હોય છે. પ્રજાહિતની નિતિમાં અને ગુજરાતના વિકાસમાં તમામ ધારાસભ્યોનું યોગદાન હોય છે. લોકશાહી લોકતંત્રમાં હતાશા કે નિરાશા કરતાં સક્રિયતા, પ્રમાણિકતાનો ઉત્સાહ રાખવો અને વધારવો તે જરૂરી હોય છે. ભાજપના ધારાસભ્યોએ હંમશા પ્રજાની વચ્ચે જનસેવામાં કાર્યરત હોય છે. 
કન્યા કેળવણી, પ્રવેશોત્સવ, કૃષિયાત્રા, બેટી-બચાવો, સ્વચ્છતા અભિયાન, નિદાન કેમ્પો, સેવાસેતુ અને તાજેતરમાં 150મી જન્મજ્યંતિ નિમિતે પોતા-પોતાના વિસ્તારમાં પદયાત્રા દ્વારા ગાંધી વિચાર અને કાર્ય કરવા પ્રામાણિક પ્રયાસ કરે છે. પરંતુ કોંગ્રેસના ધારાસભ્યો કયારેય પ્રજાની સેવાના કાર્યક્રમો લઈને પ્રજા વચ્ચે જતાં નથી અને માત્રને માત્ર વિવાદ, ઉશ્કેરાટ અને વેરઝેર ફેલાવે છે. 
અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમ્નસિંહ જાડેજાએ કોંગ્રેસમાં આ પ્રકારના નકારાત્મક વિચારો અને કાર્યક્રમો બંધ કરાવવા જોઈએ જેથી તેમને બહુ અફસોસ ન થાય.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી તરીકે મેદાનમાં ઊતરેલા ઉદ્ધવ ઠાકરેમાં રાજકીય કુનેહનો અભાવ છે?