Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

અનુચ્છેદ 370 - કાશ્મીર વિશે એ બધુ જ જે તમે જાણવા માંગો છો

અનુચ્છેદ 370 - કાશ્મીર વિશે એ બધુ જ જે તમે જાણવા માંગો છો
નવી દિલ્હી . , સોમવાર, 5 ઑગસ્ટ 2019 (16:29 IST)
જમ્મુ કાશ્મીરમાંથી ધારા 370 હટાવી લેવામાં આવી છે. આ માટે સરકારે રાષ્ટ્રપતિની મંજુરી સાથે અધિસૂચના રજુ કરી અને રાજ્યસભામાં તેની સાજે જોડાયેલ સંકલ્પ પણ રજુ કર્યો.  સવાલ જવાબમાં આ નિર્ણયનુ મહત સમજો... 
 
ધારા 370 કાશ્મીરમાંથી હટાવી દીધી તેનો શુ મતલબ ?
 
ધારા 370 હટાવી નથી પણ તેની હેઠળ જે પ્રતિબંધ હતા તે હટાવી દેવામાં આવ્યા છે. મતલબ તેના હેઠળ કાશ્મીરને જે સ્વતંત્રતા મળતી હતી, જે અલગ અધિકાર મળતા હતા, તે બધા હટાવી દેવામાં આવ્યા છે. જે કારણે એવુ કહેવામાં આવતુ હતુ કે એક દેશમાં બે નિશાન, બે વિધાન, બે પ્રધાન. આ બધુ ખતમ થઈ જશે.   ધારા 370નો ખંડ એક લાગૂ રહેશે જે કહે છે કે જમ્મુ કાશ્મીર ભારતનુ અભિન્ન અંગ છે. 
 
હવે પહેલા અને અત્યારની પરિસ્થિતિમાં શુ અંતર છે ?
 
પહેલા ભારતીય સંસદના અનેક સંવૈદ્યાનિક નિર્ણય જે કાશ્મીર પર લાગૂ થતા નહોતા. તે હવે આખા દેશની જેમ અહી પણ લાગુ થશે. નાણાકીય નિર્ણયો પણ જે અત્યાર સુધી લાગૂ નહોતા થતા તે પણ લાગૂ થશે. આ જ કારણ છે કે રાષ્ટ્રપતિના નોટિફિકેશનમાં હવે જમ્મુ-કાશ્મીરમા જે સંવિધાન સભા હતી, તેનુ નામ વિધાનસભા કરે દેવામાં આવ્યુ છે.  પહેલા તેનુ નામ સંવિધાન સભા એ માટ હતુ કારણ કે ભારતની સંસદની જેમ જ તે અનેક સંવૈદ્યાનિક નિર્ણય કરતી હતી.  સંસદમાં પસાર થયેલા નિર્ણયોને પસાર કરવાનો નિર્ણય હોય કે તેને નામંજૂર કરવાનો. સૌથી મોટી વાત એ છે કે હવે દેશનો કોઈપણ નાગરિક કાશ્મીરમાં એ જ રીત રહી અને વસવાટ કરી શકશે જે રીતે તે અન્ય રાજ્યોમાં રહી શકે છે. 
 
કેન્દ્ર શાસિત પ્રદેશમાં વિધાનસભા કેમ ?
 
જેવુ દિલ્હીમાં છે, જેવુ પોંડિચેરીમાં છે એવી જ રીતે  જમ્મુ-કાશ્મીરમાં પણ વિધાનસભા રહેશે.  એટલે કે કાશ્મીરમાં ચૂંટણી થશે. ધારાસભ્યો રહેશે. મુખ્યમંત્રી પણ હશે પણ પોલીસ, સુરક્ષા વ્યવસ્થા વગેરે પર કેન્દ્રનો અધિકાર રહેશે.  ત્યાની સરકારને દરેક નિર્ણય, દરેક પ્રશ્ન પર ઉપરાજ્યપાલ પાસેથી સલાહ લેવી પડશે. એટલે કે દરેક રીતે જમ્મુ-કાશ્મીર કેન્દ્રના અધીન જ રહેશે. 
 
આ બધુ કરવાથી શુ ફરક પડશે ?
 
બધુ જ બદલાય જશે. જમ્મુ-કાશ્મીરના જે ત્રણ સત્તા પરિવાર છે, અબ્દુલ્લા પરિવાર, મુફ્તી પરિવાર અને ત્રીજો કોંગ્રેસ પરિવાર. તેમના હાથમાં કશુ નહી રહે.  દેશભરના લોકોનુ કાશ્મીરમાં વસવાનુ અને ત્યા બિઝનેસ કરવાના રસ્તા ખુલી જશે. ખાસ કરીને હોટલ ઈંડસ્ટ્રીમાં મોટો બુમ આવશે.  આ પહેલા હોટલ ઈંડસ્ટ્રી પર અનેક પ્રકારના પ્રતિબંધ હતા.  બાકી દેશના લોકો જ્યારે ત્યા ઉદ્યોગ ધંધા ખોલશે તો આતંકવાદમાં કમી આવશે. કોઈ એવી ગતિવિધિઓને આશ્રય નહી આપે.  સૌથી મોટો ફેરફાર એ પણ આવશે કે સેનાની અહી હાજરી અને તેના પર ખર્ચ ધીરે ધીરે ઘટતો જશે.  લદ્દાખ અલગ થવાથી ત્યા વિકાસ ઝડપથી થશે.  અત્યાર સુધી ઘાટીના નેતા આ તરફ ધ્યાન આપતા નહોતા. 
 
પરંતુ કાશ્મીરના લોકો ધારા 370ને લઈને ખૂબ સંવેદનશીલ છે તેમની ભાવનાઓનુ શુ ?
 
ઉલ્લેખનીય છે કે ત્યાના ત્રણ સત્તા પરિવારોએ લોકોમાં એવો ભ્રમ બનાવી રાખ્યો હતો. આ ધારા  મંદ પડવાથી ત્યાના લોકોને જ ફાયદો થશે.  આ ધારાના હટવાથી આ સત્તા પરિવારોનો એકાધિકાર ખતમ થશે.  તેથે આ પરિવારોએ કોઈને પન આ ધારા વિશે વિચારવાની પણ તક આપી નહોતી. 
 
આ નવો ફેરફાર લાગુ ક્યારે થશે ?
 
ધારા 370 નો પ્રતિબંધ તો રાષ્ટ્રપતિના નોટિફિકેશન સાથે જ તરત જ લાગુ થઈ ગયો છે. સંસદમાં તો હવે ફક્ત પુનર્ગઠન બીલ પાસ થવાનુ છે.  જેમા જમ્મુ-કાશ્મીર અને લદ્દાખને જુદા જુદા કેન્દ્ર શસિત પ્રદેશ બનાવવાના છે. આ એવુ જ થશે જે રીતે મપ્રથી અલગ થઈને છત્તીસગઢ બન્યુ હતુ.  ઉપ્રથી અલગ થઈને ઉત્તરાખંડ અને બિહારથી અલગ થઈને ઝારખંડ બન્યુ હતુ. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ડો.રાધકૃષ્ણન પિલ્લાઈએ મહિલા નેતૃત્વ વિશે ફિક્કી ફલો અને વાયફ્લોના મહિલા સભ્યોને વાકેફ કરાવ્યા