Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ડો.રાધકૃષ્ણન પિલ્લાઈએ મહિલા નેતૃત્વ વિશે ફિક્કી ફલો અને વાયફ્લોના મહિલા સભ્યોને વાકેફ કરાવ્યા

ડો.રાધકૃષ્ણન પિલ્લાઈએ મહિલા નેતૃત્વ વિશે ફિક્કી ફલો અને વાયફ્લોના મહિલા સભ્યોને વાકેફ કરાવ્યા
, સોમવાર, 5 ઑગસ્ટ 2019 (16:24 IST)
ફિક્કી ફ્લો અમદાવાદ દ્વારા ૩ ઓગસ્ટના રોજ પ્રસિદ્ધ લેખક રાધકૃષ્ણન પિલ્લાઈ સાથે 'ચાણક્ય અને મહિલા લીડરશિપ' પર એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ડો.રાધકૃષ્ણન પિલ્લાઈએ મુંબઈ યુનિવર્સિટીમાંથી ફીલોસોફીમાં પીએચ.ડી કર્યુ છે. તેઓ જાણીતા નેતૃત્વ વક્તા, ટ્રેનર અને વ્યક્તિગત માર્ગદર્શક છે. તેઓએ ચાણક્ય નીતિ પર ઘણા પુસ્તકો લખ્યા છે જેવા કે ‘ચાણક્ય ઇન યુ’, ‘કોર્પોરેટ ચાણક્ય’. ફિક્કી ફલોના ચેર પર્સન બબીતા જૈને ડો.રાધકૃષ્ણન પિલ્લાઈનું કાર્યક્રમમાં સ્વાગત હતું તેમજ ફિક્કી ફલોના આવનારા ઇવેન્ટસની સભ્યોને માહિતી આપી હતી. 
આ કાર્યક્રમમાં ડો.રાધકૃષ્ણન પિલ્લાઈએ મહિલા નેતૃત્વ અને હાલના સમયમાં નેતૃત્વ અને સંચાલનના ક્ષેત્રમાં ચાણક્ય નીતિની સુસંગતતા વિશે ફિક્કી ફલો અને વાયફ્લોના મહિલા સભ્યોને વાકેફ કરાવ્યા હતા. ડો.રાધકૃષ્ણન પિલ્લાઈએ જણાવ્યું હતું કે, “ ચાણક્ય નીતિ અનુસાર નેતૃત્વ એટલે બિઝનેસ માટે યોગ્ય નિર્ણય લેવો. પહેલાના સમયમાં રાજા રાજ્ય ચલાવવા માટે રાણીની સલાહ લેતા એવી જ રીતે દરેક પુરુષે પોતાના કામમાં, બિઝનેસમાં એક સ્ત્રીની સલાહ કેવી જોઈએ. 
ચાણક્યએ મહિલા અધિકારના આધારે ઇકોનોમિક મોડેલ બનાવ્યું હતું જેમાં વર્કપ્લેસ પર મહિલા સુરક્ષા મહિલા, સેલેરી, મહિલા સ્વાવલંબન અને સ્વતંત્રતા. નેતૃત્વ એટલે માહિતીનું વિશ્લેષણ, વ્યુહાત્મક નિર્ણય અંદ યોગ્ય અમલ કરવો. ભારતીય પરંપરા મુજબ મહિલા પુરુષ કરતાં સારા અને યોગ્ય વ્યુહાત્મક નિર્ણયો લઇ શકે છે. ડો.રાધકૃષ્ણન પિલ્લાઈએ વધુમાં ઉમેર્યું હતું કે, “પુરુષ અને મહિલા બંને  પાસે પોતપોતાની અલગ શક્તિઓ હોય છે. બંનેની સરખામણી કરવી અયોગ્ય છે. દરેક મહિલાઓએ સક્રિય રીતે ઘરના નિર્ણયો અને બિઝનેસના નિર્ણયો લેવા જોઈએ.”  

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Visakhapatnam Steel Plant માં જૂનિયર ટ્રેની અને અન્ય પદ પર નીકળી વેકેંસી