કરવો એને સામાન્ય રીતે શ્રદ્ધા અને ભક્તિ સાથે જ જોડીને જોવામાં આવે છે.
બીજી બાજુ કેટલાક એવા પણ લોકો છે જે એવુ સમજીને વ્રત કરે છે કે આ બહાને તેમનુ વજન ઓછુ થઈ જશે પણ ખૂબ ઓછા લોકો જાને છેકે વ્રત કરવુ આરોગ્ય માટે ખૂબ ફાયદાકારી છે. વ્રત કરવાથી શરીરની અંદર રહેલા ઝેરીલા પદાર્થો સાફ થઈ જાય છે.
આ સાથે જ પાચન ક્રિયા પણ પહેલા કરતા સારી થઈ જાય છે.આ છે એ 9 કારણો જેના આધાર પર આપણે કહી શકીએ છીએ કે વ્રત કરવાથી વય વધે છે.
1. અઠવાડિયામાં એક દિવસ ભૂખ્યા રહેવાથી દરમિયાન ફેટ બર્નિંગ પ્રોસેસ ઝડપી થઈ જાય છે. જેનાથી ચરબી ઝડપથી પીઘળવી શરૂ થઈ જાય છે.
2. ફેડ સેલ્સ લૈપ્ટિન નામનુ હાર્મોન સ્ત્રાવિત કરે છે. ભૂખ્યા રહેવા દરમિયાન ઓછી કેલોરી મળવાથી લૈપ્ટિનની સક્રિયતા પર અસર પડે છે અને વજન ઓછુ થાય છે.
3.અઠવાડિયામાં એક દિવસ ભૂખ્યા રહેવાથી કેટલાક જરૂરી પોષક તત્વોને લેવા જરૂરી છે. નહી તો વ્રત કરવુ તમારી માટે તકલીફદાયક બની શકે છે. વ્રત પછી તમે જ્યારે પણ કશુ ખાવાનો પ્રયત્ન કરો તો કોશિશ કરો કે તે ફેટથી ભરેલુ ન હોય પણ પૌષ્ટિક હોય.. નહી તો વજન ઘટવાને બાલે વધશે.
4. અઠવાડિયામાં એક દિવસ ભૂખ્યા રહેવાથી નવી રોગ પ્રતિરોધક કોશિકાઓ બનવામાં મદદ મળે છે. યૂનિવર્સિટી ઓફ સાઉથ કૈલીફોર્નિયાના વિશેષજ્ઞોનુ માનીએ તો કેંસરના દર્દીઓ માટે ભૂખ્યુ રહેવુ લાભકારી હોય છે. ખાસ કરીને એ દર્દીઓ માટે જે કીમોથેરેપી લઈ રહ્યા છે.
5. શરીરની અંદરની ગંદકીને સાફ કરવા અને પાચનક્રિયાને સારી બનાવવા માટે તમે ક્યારેય પણ સુવિદ્યામુજબ વ્રત કરી શકો છો.
6 . અનેક અભ્યાસોમાં જોવા મળ્યુ છે કે થોડા સમય માટે કરવાથી મેટાબૉલિક રેટમાં 3 થી 14 ટકા વધારો થાય છે. જો ખરેખર આવુ છે તો તેનાથી પાચનક્રિયા અને કૈલોરી બર્ન થવામાં ઓછો સમય લાગશે