Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

IndvsAus live 4th Test Day 1 પુજારાએ ચોક્કા સાથે પુરી કરી 18મી ટેસ્ટ સદી

IndvsAus  live 4th Test Day 1 LIVE: પુજારાએ ચોક્કા સાથે પુરી કરી 18મી ટેસ્ટ સદી
સિડનીઃ , ગુરુવાર, 3 જાન્યુઆરી 2019 (11:49 IST)
ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાર મેચની ટેસ્ટ સીરિઝની અંતિમ અને નિર્ણાયક મેચમાં ટીમ ઈન્ડિયાએ પ્રથમ બેટિંગ કરતાં બે વિકેટના નુકસાન પર 165 રન બનાવી લીધા છે.  ચેતેશ્વર પૂજારા 53 અને વિરાટ કોહલી 19 રને રમતમાં છે.  મયંક અગ્રવાલ 77 રન બનાવી નાથન લાયનનો શિકાર બન્યો તે પહેલા તેણે બીજી વિકેટ માટે પૂજારા સાથે 116 રનની ભાગીદારી કરી હતી.
 
Live Score Card 


-  ચેતેશ્વર પુજારાએ ચોક્કા સાથે પોતાની 18 મી ટેસ્ટ સદી પુરી કરી. આ શ્રેણીમાં પુજારાની ત્રીજી સદી છે. 199 બોલનો સામનો કરતા પુજારાએ 13 ચોક્કા જડ્યા. 
 
- ભારતને ચોથો ઝટકો લાગી ગયો છે. અજિક્ય રહાણે 18 રન બનાવીને મિશેલ સ્ટાર્કની બાઉંસર બોલ પર ટિમ પેનને કેચ આપી બેસ્યા. રહાણેના ગ્લ્બસથી બોલ લાગીને પેન પાસે પહોંચી. ભારતે 70.2 ઓવરમં 228 રન પર ચોથી વિકેટ ગુમાવી. ચેતેશ્વર પુજરા 94 રન બનાવીને એક છેડે ટક્યા છે. 
 
- ભારતના 200 રન પુરા થઈ ગયા છે. 62.1 ઓવરમાં અજિક્ય રાહણેના 2 રન સાથે ભારતે 200 રન પુરા કરી લીધા. 62.1 ઓવરમાં ભારતનો સ્કોર 200/3 ચેતેશ્વર પુજારા 73 અને અજિંક્ય રહાણે 11 રન બનાવીને ક્રિઝ પર છે. 
 
- ટી બ રેક પછી પ્રથમ જ ઓવરમાં વિરાટ કોહલી પેવેલિયન પરત ફર્યા, 23 રન બનાવીને જોશ હેઝલવુડની બોલ પર વિકેટ પાછળ ટિમ પેનને કેચ આપી બેસ્સ્યા.  ભારતનો સ્કોર 180/3 ચેતેશ્વરનો સાથ આપવા પુજારા ક્રિઝ પર આવ્યા છે. 
ટેસ્ટ મેચની સીરીઝની છેલ્લી ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડીયાના કેપ્ટન વિરાટ કોહલીએ ટોસ જીતીને પહેલા બેટીંગ કરવાનો નિર્ણય લીધો છે. પિચ પર ઘાસ હોવા છતાં વિરાટે પિચને બેટીંગ માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. વિરાટે રોહિત શર્માની ગેરહાજરીમાં  મેલબોર્ન ટેસ્ટમાં મયંક અગ્રવાલ સાથે ઓપનિંગ કરનારા હનુમા વિહારના સ્થાને આજે ફરી એક વખત લોકેશ રાહુલને ઓપનિંગમાં સામેલ કર્યો,  પણ ફરી એકવાર કેએલ રાહુલ નિષ્ફળ રહ્યો છે. કેવલ ફક્ત 6 રન બનાવી શક્યો. હેઝલવુડની ઓવરમાં આઉટ થયો હતો. ભારતીય ટીમમાં બે ફેરફાર કરવામાં આવ્યા છે. રોહિત શર્મા અને ઈશાંત શર્માની જગ્યાએ ટીમમાં ઓપનર લોકેશ રાહુલ અને સ્પિનર કુલદીપ યાદવનો સમાવેશ કરવામાં આવ્યો છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

WhatsApp માં તમને આ 10 સંદેશાઓ આવે છે, પણ તેને ભૂલીને પણ ક્લિક કરવાનું નહીં