ઓસ્ટ્રેલિયા સામે રમાઇ રહેલી ત્રીજી ટેસ્ટના બીજા દિવસે ટીમ ઈન્ડિયાએ 5 વિકેટના નુકસાન પર 361 રન બનાવી લીધા છે. રોહિત શર્મા 24 અને રિષભ પંત 0 રને રમતમાં છે. અજિંક્ય રહાણે 34 રન બનાવી પાંચમી વિકેટના રૂપમાં આઉટ થયો હતો.
આ પહેલા બીજા દિવસે પુજારાએ પોતાનો દમ દેખાડ્યો હતો. પુજારાએ શાનદાર સદી ફટકારી હતી. બીજા છેડે વિરાટ કોહલીએ પણ શાનદાર રમત દાખવી હતી. વિરાટ કોહલી 82 રન બનાવી આઉટ થયો ચેતેશ્વર પુજારાએ ટેસ્ટ ક્રિકેટમાં 17મી સદી ફટકારી હતી. સદી દરમિયાન પુજારાએ 10 ચોગા ફટકાર્યા હતા. જોકે પુજારાની રમત ઘણી ધીમી રહી હતી. તેણે 106 રન બનાવ્યા હતાં.
બોક્સિંગ ડેથી શરૂ થયેલી ત્રીજી ટેસ્ટમાં ભારતીય ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ દિવસે ભારતે ધીમી પણ મક્કમ બેટિંગ કરતાં દિવસના અંતે 89 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 215 રન બનાવ્યા હતા. ચેતેશ્વર પૂજારા 68 અને કેપ્ટન વિરાટ કોહલી 67 રને રમતમાં હતા. ઓસ્ટ્રેલિયા તરફથી બંને વિકેટ પેટ કમિન્સે લીધી હતી.