Publish Date: Sat, 29 Dec 2018 (12:45 IST)
Updated Date: Sat, 29 Dec 2018 (13:24 IST)
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અહી મેલબર્ન ક્રિકેટ ગ્રાઉંડમાં રમવા જઈ રહેલ ટેસ્ટ મેચના ચોથા દિવસની રમત રમાશે. ભારતે પોતાની બીજી દાવમાં 8 વિકેટ ગુમાવીને 106 રન બનાવ્યા અને દાવની જાહેરાત કરી દીધી. તો બીજી બાજુ ભારતે પહેલી ઈનિંગમા 292 રનોની બઢત હતી. જેને કારણે હવે મેજબાન ટીમને જીત માટે 399 રનની જરૂર છે. ચોથા દિવસની રમત ખતમ થતા સુધી ઓસ્ટ્રેલિયાએ 8 વિકેટ ગુમાવીને 258 રન બનાવ્યા છે. કર્મિસ અને લિયોન અણનમ છે.
ભારતે પોતાના બીજા દાવમાં 8 વિકેટ ગુમાઈને 106 રન બનાવ્યા અને રમતની જાહેરાત કરી દીધી તો બીજી બાજુ પહેલી ઈનિંગમાં 292 રનની બઢત હતી. જેને કારણે હવે મેજબાન ટીમને જીત માટે 399 રનની જરૂર છે. જેના જવાબમાં ઓસ્ટ્રેલિયાએ પાંચ વિકેટ પર 138 રન બનાવી લીધા છે. ટ્રેવિસ હેડ અને પેન ક્રીઝ પર રમી રહ્યા છે. ઝડપી બોલર જસપ્રીત બુમરાહની ઘાતક બોલિંગથી પ્રથમ દાવમાં મોટી બઢત મેળવવા છતા પણ ઓસ્ટ્રેલિયાને ફોલોઓન માટે આમંત્રિત ન કરવી ભારતને ભલે શુક્રવારે આ થોડુ મુશ્કેલીમાં નાખી દેવા જેવુ લાગ્યુ પણ પૈટ કમિંસના ઘાતક સ્પેલ છતા તેણે ત્રીજી ટેસ્ટ ક્રિકેટ મેચમાં પોતાનો પલડો ભારે રાખ્યો. . બુમરાહ (33 રન આપીને છ વિકેટ)ની ઘાતક બોલિંગ સામે ઓસ્ટ્રેલિયા 151 રન પર પેવેલિયન ભેગા કરી દીધા.
- લાંબા સમય પછી ભારતને સાતમી સફળતા મળી. રવિન્દ્ર જાડેજાએ ઓસ્ટ્રેલિયાઈ કપ્તાન ટિમ પેનને પેવેલિયન ભેગો કર્યો. જડેજાની બોલ પર ઋષભ પંતે ટિમ પેનનો કેચ લપક્યો. ટિમ પેન 26 રન બનાવીને આઉટ થયા છે
ચોથા દિવસનું પ્રથમ સેશન ભારત માટે શાનદાર રહ્યું હતું. બીજો દાવ ડિક કર્યાં બાદ ભારતે ઓસ્ટ્રેલિયાની 6 વિકેટ ઝડપી લીધી છે. બે સફળતા બુમરાહ તો બીજી સફળતા જાડેજા અને શમીને મળી હતી. એક મોહમ્મદ શમીને અને એક ઈશાંત શર્માને વિકેટ મળી છે.