Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીની ધરપકડ

પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીની  ધરપકડ
, સોમવાર, 10 જૂન 2019 (20:33 IST)
પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીની નકલી બેંક એકાઉન્ટ કેસના મામલે આજે ધરપકડ કરવામાં આવી હતી. ઝરદારીની તેના ઘરમાંથી ધરપકડ કરવામાં આવી હતી. નકલી બેંક એકાઉન્ટ મામલે ઇસ્લામાબાદ હાઇકોર્ટે ઝરદારી અને તેની બહેન ફરયાલ તાલપુરની જામીન વધારવાની અરજી ફગાવી દીધી હતી. ઇસ્લામાબાદ હાઇકોર્ટે આ બાદ એનબીએને ઝરદારી અને ફરયાલની ધરપકડ કરવાનો આદેશ આપ્યો હતો.
 
ઝરદારીની ધરપકડ બાદ પીપીપીના ચેરમેન અને તેમના પુત્ર બિલાવલ ભુટ્ટો ઝરદારીએ પાર્ટીના કાર્યકર્તાઓ અને સમર્થકોને શાંતિ જાળવવાની અપીલ કરી  
 
ઉલ્લેખનીય છે કે, બે સભ્યોની બેંચે ઝરદારીની અરજી પર પોતાનો નિર્ણય સુરક્ષીત રાખ્યો હતો જેની આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. નિર્ણય સંભળવવામાં આવે તે પહેલા જ બંને ભાઈ-બહેન કોર્ટમાંથી બહાર આવતા રહ્યાં હતાં.
 
 ઝરદારી અને તેની બહેન પર નકલી બેંક એકાઉન્ટ દ્વારા અબજો રૂપિયાની લેણદેણનો મામલો છે. આ આખો કેસ બનાવટી બેંક એકાઉન્ટ દ્વારા 4.4  અબજ રૂપિયાની શંકાસ્પદ લેવડ-દેવડ સાથે સંકળાયેલો છે. ફરિયાદી પક્ષના જણાવ્યા પ્રમાણે આ એકાઉન્ટ ‘મેસર્સ એ વન ઈન્ટરનેશનલ’ના નામે બનાવવામાં આવેલું છે કે જે બનાવટી છે. આ એકાઉન્ટમાં કોઈએ 4.4 અબજ ડોલર રૂપિયા મોકલ્યા હતાં જેમાં 3 કરોડ ડોલર ઝરદારી ગ્ર્રુપને બે જુદા જુદા સમયે મોકલવામાં આવ્યા હતાં.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

રેવ પાર્ટીને લઈને મોટું ખુલાસો, 5000માં દારૂનો પેગ, છોકરીઓને મફતમાં એંટ્રી