Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સુરતના આગ કાંડમાં બે બિલ્ડરોની ધરપકડ, નાયબ ઈજનેર સસ્પેન્ડ કરાયા

સુરતના આગ કાંડમાં બે બિલ્ડરોની ધરપકડ, નાયબ ઈજનેર સસ્પેન્ડ કરાયા
, સોમવાર, 27 મે 2019 (12:17 IST)
સરથાણા જકાત નાકા નજીક તક્ષશિલા આર્કેડ બિલ્ડિંગમાં તા. 24મીએ બપોરે લાગેલી આગમાં 22 વિદ્યાર્થીઓનાં મોત થયાં છે. આ દુર્ઘટનામાં આખરે ક્રાઇમ બ્રાન્ચની ટીમે બે બિલ્ડરોની ધરપકડ કરી છે. જેની પૂછપરછના અંતે સુરત મહાનગરપાલિકાના કેટલાક લાંચિયા અધિકારીઓ અને કર્મચારીઓનો ભાંડો ફૂટવાની શક્યતા છે. પાલિકા કમિશનરે વરાછા ઝોનના પૂર્વ ડેપ્યુટી ઇજનેર અને હાલ ઉધના ઝોનમાં ફરજ બજાવતા ડેપ્યુટી ઇજનેર (સિવિલ) વિનુ કે પરમારને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવાનો હૂકમ કર્યો છે. આ અંગે બે બિલ્ડરો હરસુલ વેકરિયા, જિગ્નેશ સવજી પાઘડાળ અને ડ્રોઇંગ ક્લાસિસના સંચાલક ભાર્ગવ મનસુખ બુટાણી સામે સરથાણા પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો. જેની તપાસ ક્રાઇમ બ્રાન્ચના એસીપી આર.આર. સરવૈયાને સોંપાઈ હતી. તપાસનીશ અધિકારી આર.આર. સરવૈયાએ કહ્યું હતું કે ત્રણ દિવસમાં પોલીસે કુલ 17નાં નિવેદનો લીધાં છે. પાલિકા કમિશનરે વરાછા ઝોનના જે તે સમય ફરજ પર હાજર અધિકારીઓની તપાસ કરાવી હતી. તપાસ દરમ્યાન બહાર આવ્યું હતું કે, વિનુ પરમારે તક્ષશિલા આર્કેડ વાળી મિલકતની સર્ટીફિકેટ ઓફ રેગ્યુલેશન (સીઓઆર) અને ઇમ્પેકટ ફીની મંજૂરીમાં વિસંગતતા માલૂમ પડી હતી. 
 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

બીજી મહિલાની સાથે ડાંસ કરતા પર ઝગડો, પતિએ કરી નાખી પત્નીની હત્યા