Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Monday, 10 March 2025
webdunia
વૃષભ-વ્‍યક્તિત્‍વ
વૃષભ રાશિની વ્‍યક્તિનું ચરિત્ર અને સ્‍વભાવના સંબંધમાં જ્યોતિષીઓમાં મતભેદ રહે છે. કેટલાક તેમને અક્કડ અને આક્રમક માને છે. જ્યારે કેટલાક જીવનની મસ્‍તીનો આનંદ મેળવનાર માને છે. ઘણા એમ માને છે કે જ્યારે વૃષભ રાશિને કોઇ પણ પ્રકારની ઉત્તેજના દેખાડવામાં આવે ત્‍યારેજ આ શક્ય છે. તેઓ મુખ્યત્‍વે શાંતિપ્રિય છે. તેમની નિષ્‍િક્રયતા રૂચિ નથી તેવું નથી પરંતુ જ્યારે તેઓ જુએ છે કે, સમસ્‍યાનું સમાધાન નથી મળતું ત્‍યારે તે અત્‍યંત ગતિશીલ થઇ જાય છે અને સમાધાન મેળવીને રહે છે. તેઓમાં ભાષણ તથા સંગીતની ક્ષમતા પૂરેપૂરી હોય છે. પોતાની વાણી દ્વારા તેઓ હજારોને મંત્ર મુગ્ધ કરી તેમનું મનોરંજન પણ કરી શકે છે. તેમને સોદાબાજીમાં આનંદ મળે છે. તેઓ બહારથી કઠોર દેખાય છે પરંતુ અંદરથી કોમળ હોય છે. જમીન સંબંધી રાશિ હોવાથી તેઓને સ્‍િથરતા પસંદ છે. તેઓ કલાના ઉપાસક, દ્રઢ, ભક્ત, સહાનુભૂતિવાળા, દયાળુ, અને પરિવર્તન પ્રિય હોય છે. તેઓ ચતુર હોય છે. પોતાના વિચારોની બીજાને ખબર પડવા દેતા નથી. તેઓ જે કામ કરે ત્‍યારા બીજા બધા કામ છોડીને તે કામ પૂર્ણ કરીને રહે છે. ભાવનાઓમાં જલ્‍દીથી વહી જાય છે. આંખો સુંદર લાગે તેવી વસ્‍તુ ગમે છે. પ્રયત્‍ન અને મહેનત ને વધારે મહત્‍વ આપે છે. અભિમાની તથા અશિષ્‍ટાચારી તેમને પસંદ નથી. મુખ્‍યત્‍વે તેમને આજ કારણે ગુસ્‍સો આવે છે. તેઓ અપમાન સહન કરી શકતા નથી. તેમના અનુમાન સાચા હોય છે. તેમનામાં સત્‍યને જાણવાની શક્તિ હોય છે. તેમને મુર્ખ નથી બનાવી શકાતા. તેમને પોતાના કામમાં ક્યારેય દગો નથી મળતો. આ રાશિ વાળાને જીવનમાં સફળતા વધારે મળે છે. તેઓ જલ્‍દીથી પોતાના કામ પૂર્ણ કરે છે. જ્યાં બીજાને ડર લાગે ત્‍યાં પોતાની યોગ્‍યતા અને બળથી વિજય થાય છે. તેમને સંતોષવા મુશ્કેલ છે. તેમનું હૃદય સમુદ્ર જેવું ગંભીર હોય છે. વૃષભ રાશિની વ્‍યક્તિના ચરિત્રને પૂરેપૂરૂ નથી જાણી શકાતું, તેમની અત્‍યંત નજીક રહેવાથી તેમને ઓળખી શકાય છે.

રાશી ફલાદેશ