Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Saturday, 26 April 2025
webdunia

IND vs SA: કપ્તાન રોહિત ઈતિહાસ રચવાથી બસ એક પગલુ દૂર, અર્શદીપ પણ આ મોટા રેકોર્ડથી માત્ર 3 ડગલાં દૂર છે.

Rohit Sharma
, શનિવાર, 29 જૂન 2024 (18:34 IST)
ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ટી20 વર્લ્ડ કપ 2024નો ફાઈનલ મુકાબલો શરૂ થવાની બધા ક્રિકેટ પ્રેમી રાહ જોઈ રહ્યા છે. ટીમ ઈંડિયાએ રોહિત શર્માની કપ્તાનીમાં અત્યાર સુધી આ ટૂર્નામેંટમાં શ્રેષ્ઠ રમત બતાવી છે.  જેમા તેમણે અત્યાર સુધી એક પણ મુકાબલો ન હારતા ફાઈનલમાં પોતાનુ સ્થાન પાક્કુ કરી લીધુ છે.  છેલ્લા એક વર્ષમાં ટીમ ઈંડિયાની ત્રીજી આઈસીસી ટૂર્નામેંટનો ફાઈનલ મુકાબલો રહેશે જેમા રોહિત શર્મા કપ્તાની જવાબદારી સાચવશે.  બીજી બાજુ આ ફાઈનલ મેચમાં તેઓ અનેક મોટા રેકોર્ડ તોડતા જોવા મળશે. પણ ભારતીય કપ્તાન રોઇત શર્મા પાસે એક મોટો ઈતિહાસ રચવાની તક છે. આ ઉપરાંત અર્શદીપ સિંહ પણ એક મોટો કીર્તિમાન પોતાને નામે કરી શકે છે. 
 
રોહિત એક કપ્તાનના રૂપમાં 50 ટી20 જીતવાથી માત્ર એક પગલુ દૂર  
 
રોહિત શર્માએ અત્યાર સુધી ટી20 ઈન્ટરનેશનલમાં ભારતીય ટીમ માટે કેપ્ટન તરીકે 61 મેચ રમી છે, જેમાંથી ટીમે 49 મેચ જીતી છે. આવી સ્થિતિમાં જો ભારતીય ટીમ ફાઈનલ મેચ જીતવામાં સફળ રહે છે તો કેપ્ટન તરીકે રોહિતની આ 50મી જીત હશે અને તે T20 ઈન્ટરનેશનલમાં આ સીમાચિહ્ન સુધી પહોંચનાર પ્રથમ ખેલાડી બની જશે. રોહિતની કેપ્ટન્સીમાં ભારતીય ટીમનો જીતનો રેકોર્ડ 78 ટકા રહ્યો છે. રોહિતે સેમિફાઇનલ મેચમાં ઇંગ્લેન્ડ સામેની તેની અડધી સદીની ઇનિંગ સાથે T20 વર્લ્ડ કપની એક આવૃત્તિમાં ભારતીય કેપ્ટન તરીકે વિરાટ કોહલીનો રેકોર્ડ તોડ્યો હતો. રોહિતે આ ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી 248 રન બનાવ્યા છે.
 
અર્શદીપ પાસે પણ ઈતિહાસ રચવાની તક છે
આ T20 વર્લ્ડ કપમાં અત્યાર સુધી ભારતીય ટીમ માટે બોલરોએ સૌથી મહત્વની ભૂમિકા ભજવી છે, જેમાં અર્શદીપ સિંહ નવા બોલથી સફળતા હાંસલ કરવામાં સફળ રહ્યો છે. જો અર્શદીપ સિંહ ફાઈનલ મેચમાં 3 વિકેટ લેવામાં સફળ થાય છે, તો તેની કુલ 18 વિકેટો થઈ જશે અને તે T20 વર્લ્ડ કપની એક જ આવૃત્તિમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર બની જશે. હાલમાં આ રેકોર્ડ અફઘાનિસ્તાન ટીમના ખેલાડી ફઝલક ફારૂકીના નામે છે, જેણે આ T20 વર્લ્ડ કપમાં 17 વિકેટ ઝડપી છે.
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતમાં ઉત્તર-મધ્યને છોડી તમામ જિલ્લાઓમાં યલો એલર્ટ, ભારે વરસાદની શક્યતા