Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સેમી ફાઈનલ જીતતા જ રોહીત શર્માની આંખમાં આવ્યા આંસુ, ઈમોશનલ કરનારો વિડીયો થયો વાયરલ

rohit sharma
, શુક્રવાર, 28 જૂન 2024 (08:51 IST)
rohit sharma
Indian Captain Rohit Sharma: રોહિત શર્માની કેપ્ટન્સીમાં ટીમ ઈન્ડિયા T20 વર્લ્ડ કપ 2024ની ફાઇનલમાં પહોંચી ગઈ છે. ઈંગ્લેન્ડ સામેની સેમીફાઈનલ મેચમાં ભારતીય ટીમ માટે બોલરો અને બેટ્સમેનોએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. મેચમાં કેપ્ટન રોહિત શર્માએ અડધી સદી ફટકારી હતી જ્યારે અક્ષર પટેલ અને કુલદીપ યાદવે શાનદાર બોલિંગ કરીને ત્રણ-ત્રણ વિકેટ ઝડપી હતી. ટીમ ઈન્ડિયાએ સમગ્ર ટૂર્નામેન્ટમાં એકજૂથ પ્રદર્શન કર્યું છે અને ફાઈનલમાં સ્થાન બનાવ્યુ છે.
 
રોહિત શર્માનો આ વીડિયો આવ્યો સામે  


ઈંગ્લેન્ડ સામેની જીત બાદ જ્યારે તમામ ખેલાડીઓ ડ્રેસિંગ રૂમ તરફ જઈ રહ્યા હતા. ત્યારે રોહિત શર્મા દરવાજા પાસે ખુરશી પર બેઠો હતો. આ દરમિયાન તેણે એક હાથથી પોતાનો ચહેરો ઢાંક્યો હતો અને તેની આંખોમાં આંસુ હતા. ટીમ ઈન્ડિયા ફાઇનલમાં પહોંચી ગઈ હોવાથી તે કદાચ ભાવુક થઈ ગયો હતો. ભારતને ટ્રોફી જીતવાની વધુ એક તક મળી છે. જતી વખતે વિરાટ કોહલી તેના પર હાથ મૂકે છે અને પછી અંદર જાય છે. ગત T20 વર્લ્ડ કપની સેમિફાઈનલમાં ઈંગ્લેન્ડે ભારતીય ટીમને હરાવી હતી. હવે ભારતે એ હારનો બદલો લઈ લીધો છે.
 
ત્રીજી વખત ફાઇનલમાં પહોંચી ટીમ ઈન્ડીયા 
ભારતીય ટીમે કુલ ત્રીજી વખત T20 વર્લ્ડ કપની ફાઇનલમાં જગ્યા બનાવી છે. આ પહેલા ટીમ ઈન્ડિયા ટી20 વર્લ્ડ કપ 2007 અને 2014ની ફાઇનલમાં પણ પહોંચી હતી. ભારતે 2007ની ફાઇનલમાં પાકિસ્તાનને હરાવીને ટાઇટલ જીત્યું હતું. 2014માં તેને શ્રીલંકા સામે હારનો સામનો કરવો પડ્યો હતો. T20 વર્લ્ડ કપ 2024ની ફાઇનલમાં ભારતીય ટીમ નો મુકાબલો દક્ષિણ આફ્રિકાની ટીમ સાથે થશે.
 
ભારતીય ટીમેં જીતી મેચ 
ટીમ ઈન્ડિયા આ મેચમાં ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા આવી હતી. પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 171 રન બનાવ્યા હતા. આ દરમિયાન રોહિત શર્માએ 57 રન બનાવ્યા. આ ઇનિંગમાં રોહિતે 6 ફોર અને 2 સિક્સર ફટકારી હતી. સૂર્યકુમાર યાદવે તેને સારો સાથ આપ્યો હતો. આ બંને ખેલાડીઓએ ભારતીય ટીમની જીતનો પાયો નાખ્યો હતો. સૂર્યકુમારે 36 બોલમાં 47 રનનું યોગદાન આપ્યું હતું. અંતમાં હાર્દિક પંડ્યાએ 23 રન બનાવ્યા હતા. આ પછી, ઇંગ્લેન્ડની ટીમ લક્ષ્યનો પીછો કરતી વખતે ક્યારેય લયમાં જોવા મળી નહી. ટીમ તરફથી હેરી બ્રુકે સૌથી વધુ 25 રન બનાવ્યા હતા.
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

કર્ણાટકના હાવેરીમાં પુણે-બેંગ્લોર નેશનલ હાઈવે પર ભયાનક માર્ગ અકસ્માત, 13 લોકોના મોત