Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

AFG vs SA Semifinal: દક્ષિણ આફ્રિકા ફાઇનલમાં, અફઘાનિસ્તાનને 9 વિકેટે આપી કરારી હાર

south africa batsmen
, ગુરુવાર, 27 જૂન 2024 (08:58 IST)
AFG vs SA Semifinal: T20 વર્લ્ડ કપ 2024 ની પ્રથમ સેમિફાઇનલ મેચ અફઘાનિસ્તાન અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રિનિદાદના તરુબાના બ્રાયન લારા સ્ટેડિયમમાં રમાઈ. આ મેચમાં અફઘાનિસ્તાનની ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો.  અફઘાન ટીમ તરફથી ખૂબ જ ખરાબ બેટિંગ પ્રદર્શન હતું જેમાં આખી ટીમ 11.5 ઓવરમાં 56 રન સુધી જ સિમિત રહી હતી. આફ્રિકન ટીમ તરફથી બોલિંગમાં માર્કો જેન્સન અને તબરેઝ શમ્સીએ 3-3 વિકેટ ઝડપી હતી. 57 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી દક્ષિણ આફ્રિકાની ટીમે માત્ર 8.5 ઓવરમાં 9 વિકેટે મેચ જીતી લીધી હતી. આફ્રિકા તરફથી બેટિંગ કરતી વખતે રીઝા હેન્ડ્રિક્સે 29 રન અને એડન મેકક્રેમે 23 રનની અણનમ ઇનિંગ રમી હતી.
 
દક્ષિણ આફ્રિકાએ 8.5 ઓવરમાં જીતી લીધી મેચ 
દક્ષિણ આફ્રિકાની ટીમ પ્રથમ વખત T20 વર્લ્ડ કપની ફાઈનલ મેચમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરવામાં સફળ રહી હતી. અફઘાનિસ્તાન સામેની સેમિફાઇનલ મેચમાં દક્ષિણ આફ્રિકાને 56 રનનો ટાર્ગેટ હતો, જે તેણે માત્ર 8.5 ઓવરમાં હાંસલ કરી લીધો હતો. આફ્રિકા માટે મકરમે 23 રન અને હેન્ડ્રીક્સે 29 રનની અણનમ ઇનિંગ રમી હતી.

 
 56 રનમાં ઓલઆઉટ થઈ ગઈ અફઘાનિસ્તાનની ટીમ
અફઘાન ટીમના બેટ્સમેનો ખાસ પ્રદર્શન કરી શક્યા નથી. ટીમ 56 રનમાં ઓલઆઉટ થઈ ગઈ છે. ટીમ તરફથી માત્ર અઝમતુલ્લા ઉમરઝાઈ 10 રન સુધી પહોંચી શક્યો હતો. દક્ષિણ આફ્રિકા તરફથી માર્કો જેસન અને તબરેઝ શમ્સીએ ત્રણ-ત્રણ વિકેટ લીધી હતી.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સેમીફાઈનલમાં દક્ષિણ આફ્રિકા સામે અફઘાનિસ્તાન માત્ર 56 રનમાં ઑલઆઉટ