Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

વાવાઝોડાની અસર -કુલ ૧૨ તાલુકાઓમાં એક ઈંચથી વધુ વરસાદ વરસ્યો

વાવાઝોડાની અસર -કુલ ૧૨ તાલુકાઓમાં એક ઈંચથી વધુ વરસાદ વરસ્યો
, શુક્રવાર, 14 જૂન 2019 (10:18 IST)
ગાંધીનગર: રાજ્યમાં આવી રહેલ વાયુ વાવાઝોડાની અસરને કારણે વરસાદી માહોલ વચ્ચે રાજ્યના ૨૮ તાલુકાઓમાં નોંધનીય વરસાદ થયો છે. રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે તારીખ: ૧૩/૦૬/૨૦૧૯ને ગુરૂવારના રોજ સવારે ૬.૦૦ થી બપોરના ૪.૦૦ વાગ્યા સુધીમાં ૨૮ તાલુકાઓમાં નોંધનીય વરસાદ થયો છે. જેમાં જાફરાબાદ, ખાંભા,  તળાજા, લાઠી, મહુવા, રાજુલા, પાલીતાણા, અમરેલી, ગઢડા, ઉમરાળા, ભાવનગર, વલભીપુર મળી  કુલ ૧૨ તાલુકાઓમાં એક ઈંચથી વધુ વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે.
 
આ ઉપરાંત રાજયના ગારીયાધાર, ઉના, બરવાળા, માંગરોળ, ગીર ગઢડા, લીલીયા, સાવરકુંડલા, તાલાળા, જેસર, કલ્યાણપુર, બાબરા, વેરાવળ, નસવાડી, નવસારી, ચોર્યાસી અને જલાલપોર મળી કુલ ૧૬ તાલુકાઓમાં અડધો ઇંચ કરતાં વધુ વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે.
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

વાયુ’ વાવાઝોડાની સ્થિતિ- સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ