Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

આણંદના ખંભાતમાં ગણેશ વિસર્જન સમયે કરંટ લાગતાં બેના મોત, ત્રણની હાલત ગંભીર

GANESH VISARJAN
, શુક્રવાર, 29 સપ્ટેમ્બર 2023 (12:35 IST)
GANESH VISARJAN
આણંદના ખંભાતમાં મોટી દુર્ઘટના ઘટી છે. ગણેશ વિસર્જન યાત્રામાં વીજ કરંટ લાગતા 2 લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યાં છે. ભગવાન ગણેશજીની મૂર્તિને વિસર્જન માટે લઈ જતાં પાંચ જણાને કરંટ લાગ્યો હતો. ત્રણ લોકોની હાલત ગંભીર હોવાથી તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે. પ્રાપ્ત વિગતો પ્રમાણે આણંદના ખંભાતમાં બપોરે બે વાગ્યાના સુમારે લાડવાડા વિસ્તારના ભગવાન ગણેશજીની મૂર્તિને વિસર્જન માટે લઈ જવા યાત્રા નીકળી હતી. આ દરમિયાન મૂર્તિ હેવી વીજ લાઈનને અડી જતાં પાંચ લોકોને કરંટ લાગ્યો હતો. જેમાં બે લોકોનાં કમકમાટીભર્યા મોત નિપજ્યાં હતાં. જ્યારે ત્રણ લોકોને ગંભીર ઈજા થતાં તેમને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં છે. ગણપતિ વિસર્જન દરમિયાન બનેલી ઘટનાથી સમગ્ર વિસ્તારમાં અરેરાટી મચી ગઈ છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

World Heart Day - મધ્યપ્રદેશના 6800 હૃદયરોગના દર્દીઓએ ગુજરાતમાં AB PMJAY હેઠળ હૃદયરોગની મફત સારવાર મેળવી