Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

બોરસદની જેલમાંથી ચાર કેદીઓ 20 ફૂટની દિવાલ કૂદીને ફરાર, સમગ્ર જિલ્લાની પોલીસ દોડતી થઈ

borsad sub jail
આણંદઃ , શનિવાર, 2 સપ્ટેમ્બર 2023 (13:30 IST)
borsad sub jail
બેરેક નંબર ત્રણમાંથી ચારેય કેદીઓ બેરેકના સળિયાનો નીચેનો લાકડાનો ભાગ કાપીને ફરાર થઈ ગયા
 
Four prisoners escape from sub-jail  -  ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ કથળી રહી છે. તાજેતરમાં જ રાજ્યની જેલોમાં પોલીસે રેડ પાડીને કેદીઓ પાસેથી વિવિધ સામગ્રી પકડી હતી. ત્યારે હવે જેલોમાંથી કેદીઓ ભાગી જવાની ઘટનાઓ પણ સામે આવી રહી છે. આણંદના બોરસદની સબજેલમાંથી ચાર કેદીઓ ફરાર થઈ ગયા હોવાનો કિસ્સો સામે આવ્યો છે. કેદીઓ ભાગી જતાં સમગ્ર જિલ્લાની પોલીસ શોધખોળ કરવા દોડાદોડ કરી રહી છે. 
 
એક પ્રોહિબિશન અને બળાત્કારનો આરોપી 
પ્રાપ્ત વિગતો પ્રમાણે આણંદના બોરસદની સબજેલમાં પ્રોહિબિશન અને બળાત્કારના ચાર કેદીઓ ફરાર થઈ જવાની ઘટના સામે આવી છે. જેલની બેરેક નંબર ત્રણમાંથી ચારેય કેદીઓ બેરેકના સળિયાનો નીચેનો લાકડાનો ભાગ કાપીને ફરાર થઈ ગયા છે. તેઓ બહારની તરફની ઓરડીના પતરાં પર ચઢીને 20 ફૂટ ઉંચી દિવાલ કૂદીને ભાગી ગયા હતાં. ફરાર થયેલા કેદીઓમાંથી એક હત્યાનો આરોપી છે. જ્યારે એક પ્રોહિબિશન અને બળાત્કારનો આરોપી છે. 
 
20 ફૂટ ઉંચી દીવાલ કૂદીને ભાગવામાં સફળ રહ્યાં
બોરસદની સબજેલમાંથી અગાઉ પણ અનેક વખત કદીઓ ભાગી ગયા હોય તેવી ઘટનાઓ બની ચૂકી છે. આ વખતે મધરાતની ઊંઘનો લાભ લઈને રાત્રે બે વાગ્યાના સુમારે કેદીઓએ જેલમાંથી ભાગવા માટેનો પ્લાન તૈયાર કરીને સળિયા કાપ્યા અને બહારની તરફની ઓરડીના પતરા પર ચઢીને 20 ફૂટ ઉંચી દીવાલ કૂદીને ભાગવામાં સફળ રહ્યાં હતાં. કેદીઓ ભાગી જવાની ઘટનાને લઈને સમગ્ર જિલ્લાની પોલીસ તેમને શોધવા માટે દોડાદોડ કરી રહી છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Aditya L1 Launch: સૂર્ય પણ હવે દૂર નહી, ચંદ્રયાન ૩ પછી ISRO એ લોન્ચ કર્યો આદિત્ય એલ 1, જાણો સંપૂર્ણ ડીટેલ્સ