Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Viral Video: ગુજરાતમાં ચાલુ ગરબામાં અચાનક ઢળી પડ્યો યુવાન

Viral Video: ગુજરાતમાં ચાલુ ગરબામાં અચાનક ઢળી પડ્યો યુવાન
, સોમવાર, 3 ઑક્ટોબર 2022 (09:37 IST)
ગુજરાતના આણંદના તારાપુરમાં યુવકને ગરબા રમતી વેળાએ ચક્કર આવ્યા બાદ યુવાનનું મોત નીપજતા હાહાકાર મચી ગયો છે.ગરબા કરતા કરતા 21 વર્ષના યુવાનની મોતનો ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે યુવાન વીરેન્દ્ર તેમના મિત્રોની સાથે ગરબા કરી રહ્યો છે. આ દરમિયાન યુવકનો મિત્ર તેનો વીડિયો બનાવી રહ્યો છે. દરેક વ્યક્તિ ખૂબ ખુશ દેખાય છે. અચાનક વીરેન્દ્ર પડી ગયો. આ મામલો આણંદ જિલ્લાના તારાપુરની શિવ શક્તિ સોસાયટીનો છે. ઘટના સમયે મામલો સામે આવ્યો છે. મૃતક વિરેન્દ્ર સિંહના ગરબાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
 
ચાલુ ગરબામાં અચાનક ઢળી પડ્યો યુવાન
થોડીવાર સુધી ત્યાં હાજર લોકોને કંઈ સમજાયું નહીં પરંતુ પછી તેને ઉપાડીને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો પરંતુ વીરેન્દ્રનું મોત થઈ ગયું. તબીબોના જણાવ્યા અનુસાર વીરેન્દ્રનું મોત હાર્ટ એટેકના કારણે થયું હતું. તમે જોઈ શકો છો કે વિડિયોની શરૂઆતમાં, વીરેન્દ્ર થોડો અસ્વસ્થ લાગે છે, તેમ છતાં તે ડાન્સમાં તેના મિત્રોને સપોર્ટ કરવાનું શરૂ કરે છે. ગરબા રમતી વખતે વીરેન્દ્ર જમીન પર પડી જાય છે. કહેવામાં આવી રહ્યું છે કે વીરેન્દ્રને અચાનક હાર્ટ એટેક આવ્યો. તેમના અવસાનથી ગામમાં શોકનો માહોલ છે.
(Edited By -Monica Sahu) 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ભદોહી ઘટના: 10 મિનિટમાં આખું પંડાલ બળીને ખાખ, દાઝેલા લોકો માટે બનાવવામાં આવ્યો ગ્રીન કોરિડોરઃ CM યોગીએ વધુ સારી સારવારના આદેશ આપ્યા