Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ઓલિમ્પિક મેડલ જીતનારા નીરજ ચોપરાનું હજારો ખેલૈયાઓની જન મેદનીએ ગગનભેદી હર્ષનાદોથી અભિવાદન કર્યું

ઓલિમ્પિક મેડલ જીતનારા નીરજ ચોપરાનું હજારો ખેલૈયાઓની જન મેદનીએ ગગનભેદી હર્ષનાદોથી અભિવાદન કર્યું

હેતલ કર્નલ

, શુક્રવાર, 30 સપ્ટેમ્બર 2022 (10:51 IST)
ગરબો અને તે પણ વડોદરાનો ગરબો એ ગુજરાતની સમૃદ્ધ ભાતીગળ સંસ્કૃતિ અને માતૃ શક્તિની ભક્તિનો મહા મંચ છે.ગઈકાલે રાત્રે આ મહા મંચ પર જ્યારે પ્રેરણા સ્ત્રોત જેવા રમતવીર અને ભાલા ફેંકમાં ઓલિમ્પિક મેડલ જીતનારા નીરજ ચોપરાનું,હજારો ખેલૈયાઓની જન મેદની એ ગગનભેદી હર્ષનાદોથી અભિવાદન કર્યું ત્યારે દૂર અંતર સુધી ભાલો ફેંકીને ઓલિમ્પિક મેડલ નો સફળ લક્ષ્યવેધ કરનારો આ ખેલ રત્ન ભાવાભિભૂત થઈ ગયો હતો.
webdunia
યાદ રહે કે ગુજરાત રાજ્યના મહેમાન તરીકે હાલમાં નીરજ ગુજરાતની મુલાકાતે આવ્યો છે અને ગુજરાત દ્વારા પહેલીવાર યોજવામાં આવેલી નેશનલ ગેમ્સ ને પ્રોત્સાહિત કરવા વિવિધ શહેરોની મુલાકાત લઈ રહ્યો છે.આ મહા ખેલાડી ને શહેરના મેયર કેયુર રોકડિયા,મ્યુનિસિપલ કમિશનર શ્રીમતી શાલિની અગ્રવાલે આવકાર આપીને શહેરના જાણીતા ગરબા મેદાન ની મુલાકાત કરાવી હતી.નીરજની ઉપસ્થિતિ થી ખેલૈયાઓ નો ઉમંગ બેવડાયો હતો.
webdunia
આટલા ભવ્ય ગરબા ને જોવાનો મારે માટે આ પ્રથમ પ્રસંગ છે એવી અનુભૂતિને વાચા આપતાં આ ખેલવીરે કહ્યું કે,એક ટોચના રમતવીર જેટલી જ ઊર્જા થી ગરબા રમતા આ ખેલૈયાઓ નો ઉત્સાહ અનન્ય જણાય છે.મારા માટે આ આજીવન યાદગાર બની રહેશે. તેમણે ગુજરાત રાજ્ય દ્વારા પહેલીવાર ૩૬ મી નેશનલ ગેમ્સના આયોજનને આવકારીને જણાવ્યું કે હું તેમાં ભાગ લેનારા તમામ રમતો ના રમતવીરો ને આવકારું છું અને તેમને શ્રેષ્ઠ ખેલ કૌશલ્યોનું પ્રદર્શન કરવા આહવાન કરું છું.ગુજરાતના રમતવીરો ઉમદા રમે અને પોતાના રાજ્ય માટે ચંદ્રકો જીતે અને દેશને ગૌરવ અપાવે એવી શુભેચ્છાઓ તેમણે પાઠવી હતી.
 
ઓલિમ્પિક સુવર્ણ ચંદ્રક વિજેતા એ જણાવ્યું કે ભાલા ફેન્કમાં મારી ઓલિમ્પિક સિદ્ધિ પછી ખાસ કરીને એક આશાસ્પદ રમત તરીકે  રમતવીરો માં જવેલિયન થરો તરફ કુતૂહલ અને આકર્ષણ વધ્યું છે. આપણા યુવા ખેલાડીઓ વિવિધ રમતોમાં હાલમાં વિશ્વ મંચ પર ઉત્તમ પ્રદર્શન કરી રહ્યાં છે.તેના પગલે હવે માતાપિતા પણ સંતાનોને રમવા અને રમત કારકિર્દી અપનાવવા પ્રોત્સાહિત કરી રહ્યાં છે.દરેક ખેલાડી પોતાની ક્ષમતા અને કૌશલ્યો માં વિશ્વાસ દ્રઢ કરે તો સફળતા સરળ બને છે.યુવાનો મોબાઈલના વળગણ થી અંતર પાળીને આરોગ્ય,શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે ખેલ મેદાન તરફ વળે એવો તેમણે અનુરોધ કર્યો હતો.

સમાચાર- હેતલ કર્નલ

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

રૂપાણીએ સંભળાવી રાજીનામાની કહાણી: રાત્રે ફોન આવ્યો, સવારે ખુરશી છોડી દીધી, હવે પાર્ટીએ આપી નવી જવાબદારી