Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાતનું આરોગ્ય તંત્ર યુવાનો અને બાળકોને વધુ અસર કરતાં નવા સ્ટ્રેનની અસર ચકાસી રહ્યું છે

ગુજરાતનું આરોગ્ય તંત્ર યુવાનો અને બાળકોને વધુ અસર કરતાં નવા સ્ટ્રેનની અસર ચકાસી રહ્યું છે
, ગુરુવાર, 6 મે 2021 (18:54 IST)
ભારતમાં કોરોના વાયરસ અતિ ઘાતક કહી શકાય તેવા નવા AP સ્ટ્રેન સાથે આવ્યો છે. જેના કારણે દેશના અન્ય રાજ્યોની સાથે ગુજરાતમાં પણ તેનું જોખમ ઉભું થયું છે.જેથી રાજ્યનો આરોગ્ય વિભાગ પણ ગંભીરતાથી તકેદારીના પગલાં લેવા માટે સક્રિય બની ગયો છે, ખાસ તો આ વાયરસ ગામડામાં પણ ઘૂસી શકે છે. આ વાયરસની ગંભીરતા એવી છે કે અન્ય વાયરસ કરતાં તે 15 ગણું વધારે સંક્રમણ ફેલાવે છે. એટલું જ નહીં આ વાયરસ ની સૌથી વધુ અસર બાળકો અને યુવાનો પર જોવા મળી રહી છે. આરોગ્ય વિભાગના એક અધિકારીએ કહ્યું હતું કે આ સ્ટ્રેન આંધ્રપ્રદેશમાં મળી આવ્યો છે. આ વાયરસનું સંક્રમણ એટલું બઘું ઝડપી છે કે લોકો ત્રણ થી ચાર દિવસમાં બિમાર પડી જાય છે. અગાઉના સ્ટ્રેન કરતાં આ વધુ શક્તિશાળી છે. જેથી હાલ આવા અનેક સ્ટ્રેનની તપાસ કરવામાં આવી રહી છે અને તીવ્રતા ચકાસવામાં આવે છે.ગુજરાત સહિત દેશના રાજ્યોમાં અત્યારે જે સ્ટ્રેન છે તેનાથી સંક્રમણ વધ્યું છે અને હજારોની સંખ્યામાં કેસો સામે આવે છે પરંતુ આ સ્ટ્રેનથી ખૂબ ઝડપથી કેસો વધી શકે છે તેથી રાજ્યએ તકેદારી રાખવાની જરૂર હોવાનું આરોગ્ય વિભાગ ના અધિકારીનું કહેવું છે. ભારતમાં પ્રથમ લહેર હતી તે વાયરસ સમય જતાં નબળો બની ગયો હતો. હવે બીજી લહેરનો વાયરસ દેશભરમાં આતંક મચાવી રહ્યો છે ત્યારે આ નવા સ્ટ્રેનના કારણે આરોગ્ય વિભાગ ચિંતીત બન્યું છે. હાલ ડબલ માસ્ક સિવાય બહાર નિકળવામાં આવે તો સંક્રમણ લાગવાના ચાન્સ વધી જાય છે, પરંતુ આ નવા સ્ટ્રેનથી બચવા માટે ક્યા પગલાં લેવા તે અંગે ગુજરાત સહિતના રાજ્યો ચર્ચા વિચારણા કરી તેની સામે લડત આપવાની કોશિશ કરી રહ્યા છે. નવો વાયરસ યુવાનોમાં અને બાળકોમાં ઝડપથી ફેલાય તેવી સંભાવના છે,તે સમયે આવનારીત્રીજી લહેર સામેઅનેક રાજ્યોએ બાળકો માટે કોરોના કેર સેન્ટર ઉભા કરવાનું શરૂ કર્યું છે, ગુજરાત પણ એ દિશામાં આગળ વધી રહ્યું છે,આ સ્ટ્રેન ઇમ્યુનિટી સિસ્ટમને પણ નુકશાન કરે છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ફિલિપાઇન્સના રાષ્ટ્રપતિએ ચીનની રસી મુકાવ્યા બાદ કેમ કહ્યું કે 'ભૂલ કરી