Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ફિલિપાઇન્સના રાષ્ટ્રપતિએ ચીનની રસી મુકાવ્યા બાદ કેમ કહ્યું કે 'ભૂલ કરી

ફિલિપાઇન્સના રાષ્ટ્રપતિએ ચીનની રસી મુકાવ્યા બાદ કેમ કહ્યું કે 'ભૂલ કરી
, ગુરુવાર, 6 મે 2021 (17:20 IST)
અપ્રમાણિક રસી લગાવવાને લીધે ટીકાનો સામનો કરી રહેલા ફિલિપાઇન્સના રાષ્ટ્રપતિ રૉડ્રિગો દુતેર્તેએ ચીનને કહ્યું છે કે તે દાન કરેલી પોતાની 1000 સિનોફાર્મ રસી પરત લઈ જાય.
 
દુતેર્તેનું કહેવું છે કે 'ચીન ભવિષ્યમાં માત્ર સિનોવેક વૅક્સિન જ મોકલે.' ફિલિપાઇન્સમાં હાલમાં આ રસીનો ઉપયોગ કરાઈ રહ્યો છે.
 
દુતેર્તેએ કહ્યું, "મેં કંપેશનેટ યુઝ ક્લોઝ (જેમાં કેટલાક લોકો બહુ જરૂર પડે ત્યારે અપ્રમાણિત દવા લેતા હોય છે) અંતર્ગત સિનોફાર્મનો ડોઝ લીધો હતો કેમ કે ડૉક્ટરે રસી લેવાની સલાહ આપી હતી."
 
સ્થાનિક મીડિયા રિપોર્ટ અનુસાર તેમણે લોકોને અપીલ કરી હતી કે "જે મેં કર્યું એ ન કરતા. આ જોખમી છે. કેમ કે આને લઈને કોઈ અભ્યાસ હાથ નથી ધરાયો. આ શરીર માટે ઠીક ન હોય એ પણ શક્ય છે. મને જ આ રસી મુકાવનારી એક માત્ર વ્યક્તિ રહેવા દો. આપ ન લો."
 
ચીનની કોરોના વૅક્સિન સિનોફાર્મ અને સિનોવેકને આ સપ્તાહે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન દ્વારા મંજૂરી મળી શકે એમ છે.
 
જોકે, સિનોફાર્મને હજુ સુધી મંજૂરી નથી મળી એટલે એવી શક્યતાઓ છે કે આની નકારાત્મક અસર થઈ શકે છે.
 
ચીનની આ બન્ને રસી વાઇરસના પાર્ટિકલને મારવાની રીત પર કામ કરે છે. જ્યારે મૉર્ડના અને ફાઇઝર રસી શરીરમાં વાઇરલ પ્રોટીન બનાવવાની પ્રક્રિયા પર કામ કરે છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

આસારામ કોરોનો સંક્રમિત : હૉસ્પિટલમાં દાખલ, જેની સજા કાપે છે એ બળાત્કાર કેસ શું છે?