Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

શિક્ષકો ફરી સરકાર સામે, રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખી મોંધવારી ભથ્થું વધારવા માંગણી

શિક્ષકો ફરી સરકાર સામે, રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખી મોંધવારી ભથ્થું વધારવા માંગણી
, શુક્રવાર, 22 ઑક્ટોબર 2021 (17:25 IST)
દેશમાં મોંઘવારી કૂદકે ને ફુસકે વધી રહી છે,  પરિણામે રાજ્યના  3 લાખથી વધુ શિક્ષકો અને અન્ય  કર્મચારીઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે.રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે રાજ્યના મુખ્યમંત્રીને એક પત્ર લખી આ શિક્ષકો અને અન્ય કર્મીઓ માટે  મોંધવારી ભથ્થું વધારવા માંગણી કરી છે. ઉપરાંત જે મોંઘવારી ભથ્થું વધારવામાં આવે તે કેન્દ્રના ધારા- ધોરણ પ્રમાણેનું  મોંઘવારી ભથ્થુ હોય તેવી માંગ કરી છે.
 
વધતી મોંઘવારીથી જીવન જરૂરી તમામ ચીજ વસ્તુઓ મોંઘી થઇ ગઈ છે. ફળ-ફ્રુટ -દૂધ,શાકભાજી સહીત વાહનવ્યવહાર ભાડા મોંઘા થતા તમામ વસ્તુઓ પર મોંઘવારીની અસર વર્તાઈ રહી છે.આવા સમયે શિક્ષકો અને અન્ય કર્મીઓ સાથે મોંઘવારી ભથ્થા રૂપી ન્યાય થાય તેવી માંગણી કરવામાં આવી છે 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

T20 World Cup: 42 ટી20 મેચ રમનારા આ ખેલાડીએ વિરાટ કોહલીને આપ્યો ખુલ્લો પડકાર, ટીમ ઈન્ડિયાને પણ લપેટી