Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

અમિત ચાવડાએ મુખ્યમંત્રીને પત્ર લખી T.E.T. - T.A.T. ના પ્રમાણપત્રની માન્યતા આજીવન કરવા કરી રજુઆત

અમિત ચાવડાએ મુખ્યમંત્રીને પત્ર લખી T.E.T. - T.A.T. ના પ્રમાણપત્રની માન્યતા આજીવન કરવા કરી રજુઆત
, મંગળવાર, 24 ઑગસ્ટ 2021 (16:17 IST)
અમિત ચાવડ઼ાએ પત્રમાં ઉલ્લેખ કર્યો કે ગુજરાતની સરકારી પ્રાથમિક શાળાઓમાં ૧૦,૦૦૦ થી વધુ જગ્યા ખાલી છે, અનેક શાળાઓ માત્ર એક - બે શિક્ષકોના ભરોસે ચાલી રહી છે, જેના કારણે ગુણવત્તાયુક્ત શિક્ષણ મળતું નથી અને બાળકોના શિક્ષણ ઉપર ગંભીર અસર થઈ રહી છે. બીજી તરફ ગુજરાતમાં ૪૭,૦૦૦ થી વધુ T.E.T. પાસ ઉમેદવારો ચાર વર્ષથી બેરોજગાર બેસી રહ્યા છે. શિક્ષકોની ભરતી નહિ કરવામાં આવતા અનેક છાત્રોની વયમર્યાદા પણ પૂરી થઈ ગઈ છે, રોજગારીના અભાવે લાખો લોકો ડિપ્રેશનના શિકાર બની રહ્યા છે તેમ છતાં રાજ્ય સરકાર દ્વારા રાજ્યની પ્રાથમિક શાળાઓ માટે વિદ્યાસહાયકોની ભરતી કરવામાં આવતી નથી તે બાબત દુઃખદ છે.
 
 વધુમાં ચાવડાએ ઉમેર્યુ કે રાજ્ય સરકાર દ્વારા વર્ષ ૨૦૧૮-૧૯ માં ૬,૦૦૦ વિદ્યાસહાયકો ની ભરતીની જાહેરાત કરવામાં આવી હતી. તેની સામે માત્ર ૩,૨૬૨ વિદ્યાસહાયકોની ભરતી કરવામાં આવી હતી અને બાકીની ભરતી પછી કરવામાં આવશે તેવું આશ્વાસન આપવામાં આવ્યું હતું પરંતુ હજી સુધી તે બાકી રહેલી ભરતી કરવામાં આવેલ નથી. તા. ૨૩/૧૦/૨૦૧૯ ના રોજ ૩,૦૦૦ વિદ્યાસહાયકની ભરતીની જાહેરાત કરી હતી જે આજ દિવસ સુધી થઈ શકેલ નથી. ચાલુ વર્ષે ૩,૯૦૦ વિદ્યાસહાયકોની ભરતીની જાહેરાત કરી હતી. તેમાં પણ ગુજરાતી માધ્યમના ૩,૩૦૦ વિદ્યાસહાયકોની ભરતી આજ દિવસ સુધી કરવામાં આવેલ નથી.
 
મુખ્યમંત્રીના ધ્યાને લાવતાં તેમણે પત્રમાં લખ્યુ કે  કેન્દ્ર સરકાર દ્વારા તા. ૦૯/૦૬/૨૦૨૧ના રોજ પરિપત્ર બહાર પાડેલ હતો જેમાં T.E.T. પ્રમાણપત્રની માન્યતા વધારવાનો આદેશ કરવામાં આવ્યો હતો. ગુજરાતમાં આ માન્યતા માત્ર પાંચ વર્ષની છે રાજ્યસરકાર દ્વારા સમયસર ભરતી કરવામાં ન આવતા અનેક ઉમેદવારો ભરતી પ્રક્રિયામાં ભાગ લઈ શકતા નથી અને તેમનું શિક્ષક બનવાનું સ્વપ્ન રોળાઈ જાય છે.
 
જે વિદ્યાર્થીઓએ પરિક્ષા પાસ કરી છે અને નોકરી મળી નથી તેવાં વિદ્યાર્થીઓના T.E.T. પ્રમાણપત્રને આજીવન માન્યતા આપવાથી રાજ્યના લગભગ ૨ લાખ જેટલા T.E.T. પાસ ઉમેદવારોનું જીવન અંધકારમય બનતુ અટકાવી શકાય છે. ગુજરાતના ભવિષ્ય સમાન લાખો યુવાનોને આપના થી ઘણી આશા છે. યુવાનોનું ભવિષ્ય અંધકારમય બનતુ અટકાવવા  તત્કાલ વિદ્યાસહાયકની ભરતી કરવામાં આવે અને T.E.T. પ્રમાણપત્રની માન્યતા વધારવામાં આવે તેવી માંગ કરી હતી.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Narayan Rane Arrest: નારાયણ રાણેની ધરપકડ, કોર્ટે રદ્દ કરી અગ્રિમ જામીન અરજી