Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

શહેરમાં ચાર કરતા વધારે વ્યક્તિઓને ભેગા થવા ઉપર પ્રતિબંધઃ, કલમ 144 લાગૂ

શહેરમાં ચાર કરતા વધારે વ્યક્તિઓને ભેગા થવા ઉપર પ્રતિબંધઃ, કલમ 144 લાગૂ
, મંગળવાર, 30 માર્ચ 2021 (08:34 IST)
ગુજરાત સહિત સુરતમાં કોરોનાનો રાફડો ફાટી નિકળ્યો છે. કોરોનાની બીજી લહેર શરૂ થઇ ગઇ છે. સતત કોરોનાના કેસ વધી રહ્યા છે. ત્યારે સુરત શહેરમાં વધતા જતા કોરોના સંક્રમણને ધ્યાનમાં ધ્યાનમાં રાખતાં તે માટે શહેરના પોલીસ કમિશનર અજયકુમાર તોમરે એક જાહેરનામું પ્રસિધ્ધ કરી પોલિસ કમિશનરેટ વિસ્તારમાં કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે. 
 
સુરત શહેરમાં કોરોના મહામારીની વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઈને જાહેર શાંતિ અને સલામતી જળવાઈ રહે તથા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ બરકરાર રહે તે માટે શહેરના પોલીસ કમિશનર અજયકુમાર તોમરે એક જાહેરનામું પ્રસિધ્ધ કરી પોલિસ કમિશનરેટ વિસ્તારમાં ચાર કરતા વધારે માણસોના ભેગા થવા ઉપર, કોઈ સભા બોલાવવા કે સરઘસ કાઢવા ઉપર તેમજ જાહેરમાં ઉશ્કેરણી કરે અને લાગણી દુભાય તેવા અભદ્ર, દ્વિઅર્થી ભાષા પ્રયોગ કરવા પર તા.૩૦ માર્ચથી ૧૩ એપ્રિલ સુધી પ્રતિબંધ ફરમાવ્યો છે. અપવાદ તરીકે સરકારી, અર્ધસરકારી ફરજ સાથે સંકળાયેલા તથા સ્મશાનયાત્રા અને લગ્નના વરઘોડાને લાગુ પડશે નહી. આ હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.
 
જો કે કમિશ્નર દ્વારા આ જાહેરનામામાં લગ્ન અને સરકારી તથા અર્ધ સરકારી ફરજ સાથે સંકળાયેલી સેવાઓ અને વ્યવસ્થાઓને છુટ આપવામાં આવી છે. તેથી જો લગ્ન કે મરણ પ્રસંગ હોય તો તેમને છુટ આપવામાં આવશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતને મળશે વધુ એક નવી ભેટ, હજીરાથી દીવ વચ્ચે શરૂ થશે ક્રુઝ ફેસેલીટી