Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

વડોદરામાં વધ્યો કોરોનાનો આતંક, કાબૂ મેળવવા માટે કલમ 144 લાગૂ

વડોદરામાં વધ્યો કોરોનાનો આતંક, કાબૂ મેળવવા માટે કલમ 144 લાગૂ
વડોદરા: , શનિવાર, 26 સપ્ટેમ્બર 2020 (10:21 IST)
ગુજરાતમાં હાલ દરરોજ કોરોનાનો કહેર વધી રહ્યો છે. જ્યાં એક તરફ કોરોના પર કાબૂ મેળવવા માટે સ્વૈચ્છિક તાળાબંધીની જાહેરાત કરવામાં આવી રહી છે. તો બીજી તરફ વડોદરામાં કોરોના પર કાબૂ મેળવવા માટે કલમ 144 લાગૂ કરવામાં આવી છે. 27 સપ્ટેમ્બર થી 11 ઓક્ટોબર સુધી શહેરમાં કલમ 144 કલમ લાગૂ રહેશે.
 
વડોદરા શહેર પોલીસ કમિશ્નર આર.બી.બ્રહ્મભટ્ટે એક જાહેરનામું જાહેર કરીને વડોદરામાં કલમ 144 લાગૂ કરવાની જાહેરાત કરી છે. શહેરમાં 144 લાગૂ થવાના લીધે હવે બેઠક, રેલીઓ, જુલૂસ વગેરે કરવાની પરવાનગી નહી મળે. આ કલમ બાદ એક જગ્યા પર ચારથી વધુ લોકો એકઠા થઇ શકશે નહી. 
 
વડોદરામાં અત્યાર સુધી કુલ 11,147 કોરોના કેસ નોંધાયા છે. તેમાંથી 1,702 કેસ એક્ટિવ છે, જ્યારે 172 લોકોના મોત થયા છે, જ્યારે 9,273 લોકો કોરોનાને માત આપવામાં સફળ રહ્યા છે. 
 
ઉલ્લેખનીય છે કે રાજ્યમાં ગત 24 કલાકમાં 61,904 લોકોનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. આ સાથે જ રાજ્યમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 40 લાખને પાર થઇ ગઇ છે. તેમાંથી 1,408 લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. ત્યારબાદ કુલ કોરોના સંક્રમિતોની સંખ્યા વધીને  1,28,949  થઇ ગઇ છે. 
 
ગત 24 કલાકમાં ગુજરાતમાં કોરોનાના કારણે 14 લોકોના મોત થયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાના કારણે મોતનો આંકડો 3384 પહોંચી ગયો છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ભારત, મોદી, RSS, કાશ્મીર.... UNGAમાં પાકિસ્તાની પીએમ ઈમરાન ખાને લગાવ્યા ખોટા આરોપ