Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Sunday, 30 March 2025
webdunia

ફેસબુકમાં 14.74 કરોડ,ટવીટર પર 1.99 કરોડ શ્રધ્ધાળુઓએ સોમનાથ મહાદેવના દર્શન કર્યાં

ફેસબુકમાં 14.74 કરોડ,ટવીટર પર 1.99 કરોડ શ્રધ્ધાળુઓએ સોમનાથ મહાદેવના દર્શન કર્યાં
, શુક્રવાર, 31 જાન્યુઆરી 2020 (11:50 IST)
શ્રી સોમનાથ ટ્રસ્ટના ચેરમેન કેશુભાઈ પટેલ, ટ્રસ્ટી-સેક્રેટરી પ્રવીણભાઈ લહેરીના માર્ગદર્શન હેઠળ ભક્તો સોશ્યલ મીડિયા પ્રવાહ દ્વારા શ્રી સોમનાથ તીર્થધામ સાથે સંપર્કમાં આવે. તેમજ પ્રચાર અને પ્રસારને પ્રાધાન્ય મળે તેવા આશય સાથે વર્ષ-2015થી સોશ્યલ મીડિયામાં દર્શન-આરતી-ઉત્સવો-મહોત્સવો અપલોડ કરવાની શુભ શરુઆત કરવામાં આવેલ.

તબક્કાવાર આ કાર્યને દેશ-વિદેશમાં વસતા શિવભક્તોનો એક અનોખો સહયોગ પ્રાપ્ત થયો, આ સંખ્યામાં ઉતરોતર નોંધપાત્ર વધારો થતો જઇ રહ્યો છે. શ્રાવણમાં શરુ કરેલ સોશ્યલ મીડીયા દર્શન સેવા સો-હજાર-લાખ સુધી પહોંચ્યા બાદ હવે કરોડ થયેલી છે.

ફેસબુક પર વર્ષ 2018માં 9.98 કરોડનું જોડાણ હતું. જે 2019માં 14.74 કરોડ ભક્તોએ વર્ષ પર્યન્ત સોમનાથ મહાદેવના દર્શન-લાઈવ ઇવેન્ટ-આરતી-ઉત્સવ મહોત્સવ વગેરે નિહાળી સોશ્યલ મીડીયાથી સોમનાથ સાથે જોડાણ સ્થાપીત કરેલ છે.

આ દર્શકોમાં ભારત સહિત અમેરિકા, નેપાળ-આરબ-અમીરાત, ફિલિપાઈન્સ, કુવેત, સા. અરેબીયા, કેન્યા, ઓમાન, પાકિસ્તાન, ન્યુઝીલેન્ડ, સા.આફ્રિકા, હોંગકોંગ, રશીયા, ચાઈના, ભુટાન, ફ્રાન્સ, જાપાન, ઇન્ડોનેશિયા સહિત 46 દેશોનો સમાવેશ થાય છે. આ પ્રમાણે વિશ્વસ્તરે ખુબ પ્રચલિત ટવીટર જેમના પર દેશ વિદેશના લોકો ખુબ જ આગવી છાપ ધરાવે છે. ટવીટર પર વર્ષ 2018માં 85 લાખ જેટલા ભક્તોનું જોડાણ હતું. જે વર્ષ 2019માં 1.99 કરોડ ભક્તોએ દર્શન-આરતી સહિતનો લાભ લીધો હતો. સાથે જ ઇન્સ્ટાગ્રામમાં વર્ષ-2019માં 1.34 કરોડ ભક્તોએ દર્શન-આરતીનો લાભ લીધેલ હતો.
 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતમાં CAAના અમલ બાદ 16મી એપ્રિલથી વસતીગણતરી, આ પ્રશ્નોના જવાબ આપવા પડશે