Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

વધુ વિદેશી પર્યટકોને આકર્ષવા સોમનાથ, ધોળાવીરા સહીત 17 સાઈટ વર્લ્ડ-કલાસ થશે

વધુ વિદેશી પર્યટકોને આકર્ષવા સોમનાથ, ધોળાવીરા સહીત 17 સાઈટ વર્લ્ડ-કલાસ થશે
, બુધવાર, 7 ઑગસ્ટ 2019 (13:03 IST)
2018ની મંદીના કારણે ભારતની મુલાકાતે આપતા પ્રવાસીઓની સંખ્યા ઘટતા પર્યટન મંત્રાલયે વધુ પ્રવાસીઓ આકર્ષવા પીએમઓ સમક્ષ યોજના રજુ કરી છે. જુલાઈ બજેટમાં જાહેર થયા મુજબ મંત્રાલય મુલાકાતીઓને આકર્ષવા 17 સાઈટ ડેવલપ કરવા માંગે છે. મંત્રાલય કેટલાય મોરચે ટુરીઝમને વેગ આપવાના માર્ગો વિચારી રહ્યું છે. એક અધિકારીના જણાવ્યા મુજબ પર્યટકોને આકર્ષવા મોટી યોજના તૈયાર છે. 17 આઈકનિક સાઈટ વિકસાવવાની યોજના એનો એક ભાગ છે. મંત્રાલયે આ સાઈટ માટે માસ્ટર પ્લાન બનાવી ક્ધસલ્ટન્ટસ પણ નીમ્યા છે. ટુરીસ્ટ ટ્રેડ દ્વારા રજુ કરવામાં આવેલી રજુઆત પર પણ સરકાર વિચારી રહી છે. ઉદ્યોગોની જુદી જુદી માંગ વિચારણા હેઠળ છે, અને કેટલીય બાબતો પ્રક્રિયામાં છે. નાણાપ્રધાન નિર્મલા સીતારામને બજેટ પ્રવચનમાં જણાવ્યું હતું કે પર્યટનક્ષેત્રને વેગ આપવા 17 લાઈટને વર્લ્ડકલાસ ડેસ્ટીનેશન તરીકે વિકસાવાશે. ચાલુ વર્ષના પ્રથમ4 મહીનામાં પર્યટકોની સંખ્યા ગત વર્ષની સરખામણીએ 1.9% વધી 39.3 લાખ થઈ હતી. 2018માં પર્યટકોના આગમનમાં 5.2%નો વધારો થયો હતો. અધિકારીઓ કહે છે કે ગત વર્ષે કેરળના પુર અને પુલવામા હુમલાના કારણે ગ્રોથ પર બ્રેક લાગી ગઈ હતી. 2017નું વર્ષ બ્લોકબસ્ટર જોરદાર રહ્યું હતું, પણ દર વર્ષે આપરે એ દરે વધી શકીએ નહીં. અધિકારીએ જણાવ્યું હતું કે ભારત આવતા આંતરરાષ્ટ્રીય પર્યટકોમાંથી અડધા કેરળ જાય છે. ત્યાંના પુરના કારણે નકારાત્મક અસર પડી હતી.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ભાજપના વરિષ્ઠ નેતા સુષમા સ્વરાજના નિધન બાદ ગુજરાતમાં રૂપાણી સરકારની ઉજવણીના તમામ કાર્યક્રમ રદ