Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાતમાં CAAના અમલ બાદ 16મી એપ્રિલથી વસતીગણતરી, આ પ્રશ્નોના જવાબ આપવા પડશે

ગુજરાતમાં CAAના અમલ બાદ 16મી એપ્રિલથી વસતીગણતરી, આ પ્રશ્નોના જવાબ આપવા પડશે
, શુક્રવાર, 31 જાન્યુઆરી 2020 (11:41 IST)
આગામી એપ્રિલ માસથી વસતીગણતરી શરૂ થઇ રહી છે. જેમાં સરકારી કર્મચારી ઘરે ઘરે જઇ જુદા જુદા 30 જેટલા પ્રશ્નો પૂછશે અને તેનો જવાબ આપવો પડશે. ઘરમાં કેટલા સભ્યો છે તેમાંથી કેટલાના લગ્ન થયા છે, ઘરમાં કેટલા રૂમ છે, શૌચાલય છે કે નહીં છે તો તેમાં કેવી સુવિધા છે, ડ્રેનેજ કનેક્શન છે કે નહીં, ટીવી છે કે નહીં જો છે તે તેમાં કેબલ ક્યું છે, રસોઇ માટે ક્યા ઇંધણનો ઉપયોગ કરો છે સહિતના પ્રશ્નનો જવાબ આપવો પડશે.
1881થી દર 10 વર્ષે દેશમાં વસતી ગણતરી થઇ રહી છે અને 16મી વસતી ગણતરી આગામી એપ્રિલ માસથી શરૂ થશે. આ વર્ષની વસતી ગણતરી એનપીઆર અને સીએએના અમલ બાદની પ્રથમ વસતીગણતરી હોવાથી મહત્ત્વની બની રહેશે. વસતીગતણરીમાં અધિકારીઓને 30 જેટલા જુદા જુદા પ્રશ્નના જવાબો આપવા પડશે. વસતી ગણતરી બે પદ્ધતિ ઓફલાઇન અને ઓનલાઇનના માધ્યમથી થશે. વસતી ગણતરીમાં ઘરમાં પીવાનું પાણી અને વીજળીનો સ્ત્રોત શું છે, બેઝિક ફોન, મોબાઇલ કે સ્માર્ટ ફોન છે, વાહનમાં સાઇકલ, સ્કૂટર, મોપેડ છે કે નહીં, ઘરમાં રેડિયો, ટી.વી. છે કે નહીં સહિતના પ્રશ્નોના જવાબ આપવા પડશે.
આ પ્રકારના પ્રશ્ન પૂછશે
ઘરમાં ટીવી, રેડિયો છે કે નહીં?
ટીવી લોકલ કેબલ ઓપરેટર, ડીટીએચ, ડિશ કનેક્શન ક્યું છે?
લેપટોપ, કમ્પ્યૂટર છે?
બેઝિક ફોન, મોબાઇલ કે સ્માર્ટ ફોન છે?
વાહનમાં સાઇકલ, સ્કૂટર, મોપેડ, બાઇક છે?
કાર-જીપ પ્રકારના કોઇ વાહન છે?
ઘરમાં રસોડું છે કે નહીં?
મુખ્ય ક્યા અનાજનો ઉપયોગ થાય છે?
જો રસોડું છે તો તેમાં એલપીજી, પીએનજીનું કનેક્શન છે કે નહીં?
રસોઇ બનાવવા માટે ક્યા પ્રકારના ઇંધણનો ઉપયોગ કરો છો?
મકાનની છત, દીવાલ, ફ્લોરિંગમાં ક્યા પ્રકારના મટિરિયલનો ઉપયોગ કર્યો છે?
મકાનનો ઉપયોગ ક્યા હેતુ માટે થાય છે?
મકાનમાં કેટલા રૂમ છે?
ઘરમાં કેટલા સભ્યો છે? ઘરમાં વડીલનું સભ્યનું નામ શું છે?
ઘરમાં વિવાહિત વ્યક્તિઓની સંખ્યા કેટલી છે?
મકાનના માલિક કોણ છે?
પીવાના પાણીનો સ્ત્રોત શું છે?
ઘરમાં વીજ કનેક્શન છે? તો વીજળીનો સ્ત્રોત શું છે?
ઘરમાં શૌચાલય છે કે નહીં? જો છે તો તે કેવા પ્રકારનું છે?
ઘરનું ડ્રેનેજ કનેક્શન છે કે નહીં?
વોશરૂમ છે કે નહીં?

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

અમદાવાદના પોલીસ કમિશનરનો આદેશ- દોઢ ટકાથી વધુ વ્યાજ વસૂલનારને પાસા થશે