Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાત પર બે સિસ્ટમની અસર ચાલુ થયુ ધોધમાર વરસાદ

ગુજરાત પર બે સિસ્ટમની અસર ચાલુ થયુ ધોધમાર વરસાદ
, સોમવાર, 14 ઑક્ટોબર 2024 (15:53 IST)
ગુજરાતમાં આગામી પાંચથી સાત દિવસ સુધી વરસાદ પડવાની શક્યતા દેખાઈ રહી છે. હાલ સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ વધારે રહેશે.
 
જે બાદ આશરે 16 ઑક્ટોબરની આસપાસ વરસાદનું પ્રમાણ ઘટી જશે અને ફરી બંગાળની ખાડીની સિસ્ટમ જ્યારે અરબી સમુદ્રમાં આવશે ત્યારે વરસાદનું પ્રમાણ વધશે.
 
આગામી બે દિવસો સુધી સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, ગીર-સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ અને સુરેન્દ્રનગરમાં વરસાદનું પ્રમાણ વધારે રહેવાની સંભાવના છે.
 
આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં પણ વરસાદ પડવાની સંભાવના છે. આગામી બે દિવસો દરમિયાન કચ્છના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થવાની સંભાવના છે.
 
ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને પૂર્વ ગુજરાતના જિલ્લાઓમાં પણ હવામાન પલટાયેલું રહેશે અને કેટલી જગ્યાએ વરસાદ પડવાની સંભાવના છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ત્રણ દિવસ સુધી બંધક બનાવીને ડ્રગ્સ આપી બળાત્કાર કર્યો, ડાન્સર સાથે ક્રૂરતાની હદ વટાવી