Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ, ઉપલેટામાં 2 કલાકમાં 11 ઈંચ ખાબક્યો

heavy rain in surat
, સોમવાર, 22 જુલાઈ 2024 (11:39 IST)
heavy rain in surat

સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ઉપલેટાના લાઠ ગામે આભ ફાટ્યું છે. 2 કલાકમાં અંદાજે 11 ઈંચ વરસાદથી ગામની બજારોમાં નદીઓ વહેતી થઈ છે. તો બીજી તરફ કેશોદના શેરગઢમાં પણ જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું છે. શેરગઢની નદીમાં ઘોડાપૂર આવ્યું છે. તેમજ પુલમાં ગાબડું પડતાં ગામનો મુખ્ય રસ્તો બંધ થયો છે.

માણાવદરનું જીંજરી ગામ બેટમાં ફેરવાયું છે. તેમજ ગીર ગઢડામાં પણ વરસાદને પગલે નદી-નાળા છલકાયા છે. બીજી તરફ દક્ષિણ ગુજરાતમાં નવસારી તેમજ વલસાડમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. રાજ્યમાં આજે સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં 94 તાલુકામાં વરસાદ નોંધાયો છે.ઉપલેટાના લાઠ ગામમાં આજે આભ ફાટ્યું છે. 2 કલાકમાં અંદાજે 11 ઈંચ વરસાદ ખાબક્યો હતો. જેથી ગામની બજારોમાં નદીઓ વહેતી થઈ છે. હજુ પણ અનરાધાર વરસાદ ચાલુ છે. વાહન વ્યવહાર બંધ છે. દુકાનોમાં પાણી ઘૂસી ગ્યા છે. જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ છે.

કેશોદમાં ધોધમાર વરસાદથી ફરી તબાહી મચી છે. ત્યારે કેશોદના શેરગઢમાં તો નદીઓમાં ઘોડાપૂર આવ્યાં છે. તો નદીમાં પૂર આવતા પૂલમાં ગાબડા પડ્યા છે. જેને પગલે લોકોને હાલાકી પડી રહી છે. વધુ વરસાદ પડવાના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘૂસ્યા છે. શેરગઢનો રોડ આવક જાવક માટે બંધ થયો છે. ગામમાં વધુ વરસાદ પડવાના કારણે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. ગામના નીચાણવાળા વિસ્તારોમાં વધુ વરસાદ પડવાના કારણે ઘરમાં પાણી ઘૂસ્યા છે જેને લઈ 15 વ્યક્તિઓને શાળામાં આશરો અપાયો છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતમાં શંકાસ્પદ ચાંદીપુરા વાઇસરના 13 નવા શંકાસ્પદ કેસો નોંધાયા, પાંચનાં મોત