Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

અમદાવાદની શાંતિ ડોળનાર અને તોફાનોના મોસ્ટવોન્ટેડ આરોપી મુફીસ અહમદની પોલીસ પકડમાં

અમદાવાદની શાંતિ ડોળનાર અને તોફાનોના મોસ્ટવોન્ટેડ આરોપી મુફીસ અહમદની પોલીસ પકડમાં
, શનિવાર, 21 ડિસેમ્બર 2019 (15:12 IST)
ગુજરાતમાં નાગરિક સંશોધન એક્ટ-NRC મુદ્દે ગુજરાતીઓને ઉશ્કેરીને અમદાવાદના શાહઆલમમાં પોલીસ ઉપર પથ્થરમારો કરનાર મોસ્ટ વોન્ટેડ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. મુફીસ અહમદ અંસારીએ સોશિયલ મીડિયામાં લોકોને ઉશ્કેરવાનો પ્રયત્ન કર્યો હતો. હિંસા થયાના બે દિવસ પહેલા અહમદ મુફીસે વીડિયો વાયરલ કર્યો હતો. અને 19 ડિસેમ્બરે થવાની રેલીમાં મોટી સંખ્યામાં લોકોને જોડાવવા માટે આહ્વાન કર્યુ હતુ. 
 
વીડિયોમાં મહદઅંશે ઉશ્કેરણીજનક અને વિવાદાસ્પદ ભાષાનો પ્રયોગ કરાયો છે. ત્યારે તોફાનો બાદ મુફિસ અહેમદ હાલ પોલીસ ચોપડે વોન્ટેડ જાહેર કરાયો હતો. જે હવે પકડાઈ ગયો છે. શાહઆલમમાં હિંસા થયા બાદ મુફીદ અંસારી ફરાર થયો હતો. હિંસા બાદથી પોલીસે મુફીદને શોધી રહી હતી. ત્યારે હવે પોલીસે મુફીસ અંસારી સહિત 6 લોકોની ધરપકડ કરીને કાર્યવાહી હાથધરી છે. 
 
ગુરુવારે 19મી ડિસેમ્બરને દિવસે અમદાવાદમાં શાહઆલમમાં 5000થી વધુના ટોળાએ 60 જેટલા પોલીસકર્મીઓ ઉપર પથ્થરમારો કર્યો હતો. જેને પગલે સમગ્ર ગુજરાતમાં તંગદીલી સર્જાઈ હતી. 1 મહિલા પોલીસકર્મી સહિત 21 પોલીસ ઓફિસર ઘાયલ થયા હતા. આ પથ્થરમારા અંગે પોલીસે કાનૂની કાર્યવાહી હાથ ધરી હતી અને 5000ના ટોળાને ભડકાવનારની તપાસ CCTV અને મીડિયા ફૂટેજને આધારે શરૂ કરી હતી જેમાં પોલીસને સફળતા મળી છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

કચ્છમાં પાકિસ્તાની શરણાર્થીઓને ભારતનું નાગરિકત્વ અપાયું