Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

કચ્છમાં પાકિસ્તાની શરણાર્થીઓને ભારતનું નાગરિકત્વ અપાયું

કચ્છમાં પાકિસ્તાની શરણાર્થીઓને ભારતનું નાગરિકત્વ અપાયું
, શનિવાર, 21 ડિસેમ્બર 2019 (14:51 IST)
કેન્દ્ર સરકાર દ્વારા લાગુ કરાયેલા એનઆરસી અને સીએએના પગલે કચ્છમાં વસતા શરણાર્થીઓમાં દિવાળી જેવો માહોલ છે. શુક્રવારે કચ્છના ગાંધીધામ તાલુકાના કીડાણા ગામે કેન્દ્રીય રાજ્ય પ્રધાન મનસુખ માંડવિયા, સાંસદ વિનોદ ચાવડા તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં શરણાર્થીઓને નાગરિકતા પ્રદાન કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. કચ્છમાં આયોજિત આ કાર્યક્રમમાં ઉપસ્થિત પાકિસ્તાનના સિંધ પ્રાંતના પૂર્વ ધારાસભ્ય અને હાલ કચ્છમાં નખત્રાણા મધ્યે રહેતા રામસિંહ સોઢાએ જણાવ્યું હતું કે, અમારી વર્ષો જૂની પીડાનો, વેદનાનો અંત આવ્યો છે.

આ પ્રસંગે મનસુખભાઇએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર દ્વારા સંસદના બંને સદનમાં આ બિલને પસાર કરવામાં આવ્યું અને ત્યારબાદ રાષ્ટ્રપતિના હસ્તાક્ષર સાથે સીએએ (નાગરિકતા સંશોધન કાયદો) આખાએ દેશમાં લાગુ થઇ રહ્યો છે, આ નિર્ણય વર્ષોથી ભારતમાં રહેતા શરણાર્થીઓ માટે આશીર્વાદ સમાન સાબિત થયો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીઅને ગૃહ પ્રધાન અમિતભાઈએ દેશમાં વર્ષોથી શરણાર્થીઓ તરીકે રહેતા પરિવારોને આત્મસન્માન આપ્યું છે. ૨૦૧૪ પહેલા ભારતમાં આશ્રય લેનાર શરણાર્થીઓને જ ભારતીય નાગરિકતા અપાશે એ બાબતે લોકોમાં ખોટી ગેરસમજ ફેલાઇ રહી છે. સરકાર કોઈ પણ જાતિ કે સમુદાય વિરુદ્ધ નથી. એટલે સમાજનું હાર્દ જળવાઈ રહે તે જોવાની સૌની ફરજ છે

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સુરતની લેડી ડોન ‘ભૂરી’ વિદેશી દારૂની 215 બોટલ સાથે ઝડપાઇ