Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાતમાં બદલાતી રાજનીતિ, કોંગ્રેસનો કોઈ ભાવ પૂછતું નથી, પાટીલના ગઢમાંથી ભાજપના 300 કાર્યકરો આમ આદમી પાર્ટીમાં જોડાયા

ગુજરાતમાં બદલાતી રાજનીતિ, કોંગ્રેસનો કોઈ ભાવ પૂછતું નથી, પાટીલના ગઢમાંથી ભાજપના 300 કાર્યકરો આમ આદમી પાર્ટીમાં જોડાયા
, મંગળવાર, 8 જૂન 2021 (20:53 IST)
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સુરત પાલિકામાં સફળતા મેળવી વિરોધ પક્ષમાં બેઠેલી આમ આદમી પાર્ટી હવે ભાજપમાં ગાબડા પાડી રહી છે. સુરતમાં છેલ્લા થોડા જ દિવસોમાં ભાજપના સક્રિય કાર્યકરો કમળને કચડીને ઝાડુ પકડતાં જોવા મળી રહ્યાં છે. બે દિવસમાં 300 જેટલા સક્રિય કાર્યકરો ભાજપ છોડીને આપમાં જોડાયા છે. જાણિતા અંગ્રેજી અખબારના અહેવાલ પ્રમાણે ગુજરાત ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ સુરતના હોવા છતાં તેમના નાક નીચેથી જ કાર્યકરો કમળનો સાથ છોડીને આપમાં જોડાઈ રહ્યાં છે. દિવસેને દિવસે મજબૂત થતી આપના નેતાઓ કહી રહ્યા છીએ કે અમારી સ્વચ્છ રાજનીતિથી પ્રભાવિત થઈને ભાજપના કાર્યકરો અમારી સાથે જોડાઈ રહ્યાં છે અને લાઈન જોડાવાની યથાવત છે. જેનું અમે સ્વાગત કરીએ છીએ. ત્યારે શહેર ભાજપ પ્રમુખે કહ્યું કે, કાર્યકરો ભાજપ છોડી રહ્યા છે તે અમારા ધ્યાનમાં આવ્યું છે અમે તેમના કારણો જાણીને નિરાકરણ લાવવા પ્રયાસ કરીશું.સુરતમાં આમ આદમી પાર્ટી વધુને વધુ સક્રિય થઇ રહી છે. લોકોને સ્પર્શે તેવા મુદ્દાઓને વાચા આપીને સુરતની જનતામાં પોતાને કામ કરવાની શૈલીને લઈને વિશ્વાસ જીતવાનો શરૂ કરાયો છે. ત્યારે બીજી તરફ ભારતીય જનતા પાર્ટીના સક્રિય કાર્યકર્તાઓ પણ આમ આદમી પાર્ટીમાં જોડાઇ રહ્યા છે તે ભાજપ માટે સૌથી મોટો ચિંતાનો વિષય બન્યો છે.છેલ્લા એક સપ્તાહમાં સુરત શહેર ભારતીય જનતા પાર્ટીમાંથી કુલ 300 જેટલા કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. કામરેજ વિધાનસભા મતવિસ્તારમાંથી 200 જેટલા કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. તેમજ ખટોદરા વિસ્તારમાંથી સો જેટલા કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

21 જૂનથી વેક્સીનેશનની નવી પોલીસી, જાણો - રાજ્યોને કયા આધાર પર કેન્દ્ર તરફથી વેક્સીન આપવામાં આવશે