Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

21 જૂનથી વેક્સીનેશનની નવી પોલીસી, જાણો - રાજ્યોને કયા આધાર પર કેન્દ્ર તરફથી વેક્સીન આપવામાં આવશે

21 જૂનથી વેક્સીનેશનની નવી પોલીસી, જાણો - રાજ્યોને કયા આધાર પર કેન્દ્ર તરફથી વેક્સીન આપવામાં આવશે
, મંગળવાર, 8 જૂન 2021 (20:00 IST)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ભારતની કોવિડ 19 વેક્સીનેશન નીતિઓમાં ફેરફારની જાહેરાતના થોડા કલાક બાદ ભારત સરકારે 21 જૂનથી લાગૂ થનારા રાષ્ટ્રીય કોવિડ વેક્સીનેશન ક્રાર્યક્રમ માટે રિવાઈજ્ડ ગાઈડલાઈન્સ રજુ કરી છે. આ દિશાનિર્દેશોમાં કહેવામાં આવ્યુ છે કે જનસંખ્યા, બીમારીના બોજ અને વેક્સીનેશનની પ્રગતિના આધાર પર રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને વેક્સીનની ડોઝ આપવામાં આવશે. 
 
રિવાઈજ્ડ ગાઈડલાઈંસના મુખ્ય બિંદુ આ છે 
 
1- ભારત સરકાર દેશમાં ઉત્પાદકો દ્વારા ઉત્પાદિત કરવામાં આવતી વેક્સીનના 75% રસી ખરીદશે. રાજ્યો / કેન્દ્રશાસિત કેન્દ્રોને વિના મૂલ્યે રસી આપવામાં આવશે
2- કેન્દ્ર 21 જૂનથી રાજ્યોને 18 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકોને મફતમાં વેક્સીન આપશે 
3- કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યોને આપવામાં આવનારી ફ્રી ઓફ કોસ્ટ વેક્સીનને પ્રાથમિકતાના આધાર પર લગાવવામાં આવશે. 
 
- હેલ્થ કેયર વર્કર્સ 
- ફ્રન્ટ લાઇન વર્કર્સ 
- 45 વર્ષથી વધુ ઉંમરના લોકો
- જે લોકોને વેક્સીનની બીજી ડોઝ આપવાની છે 
- 18 વર્ષ કે તેથી વધુ ઉંમરના લોકો
 
4-18 વર્ષથી વધુ વયની જનસંખ્યાના ગ્રુપ માટે રાજ્ય કે કેન્દ્ર શાસિત પ્રદેશ પ્રાથમિકતાના આધાર પર સપ્લાય શેડ્યુલ નક્કી કરશે. 
 
5-  ભારત સરકાર રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેહોને એડવઆંસમાં તેમને સપ્લાય કરવામાં આવનારી વેક્સીનની ડોઝ વિશે માહિતી આપશે. આ જ રીતે રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશ પણ એડવાંસમાં ડિસ્ટ્રિક્ટ અને વેક્સીનેશન સેંટર્સને તેમને આપવામાં આવનારી ડોઝ વિશે માહિતી આપશે. જેથી તેને વધુ વિજિબલ અને સુવિદ્યાજનક બનાવી શકાય. 
 
6. પ્રાઈવેટ હોસ્પિટલ માટે વેક્સીન ડોઝની કિમંત દરેક વેક્સીન મૈન્યૂફૈક્ચરર દ્વારા ડિક્લેયર કરવામાં આવશે અને જો કોઈ ફેરફાર કરવામાં આવે છે તો તે પહેલા જ બતાવવુ પડશે. પ્રાઈવેટ હોસ્પિટલ દરેક ડોઝ માટે વધુથી વધુ 150 રૂપિયા સર્વિસ ચાર્જના રૂપમાં લઈ શકે છે. રાજ્ય સરકારો વેક્સીનની કિમંતની મોનિટરિંગ કરશે. 
 
7. વેક્સીન નિર્માતાઓ દ્વારા ઉપ્તાદનને પ્રોત્સાહિત કરવા અને નવી રસીને પ્રોત્સાહિત કરવા માટે, ઘરેલુ વેક્સીન નિર્માતાઓને પણ ખાનગી હોસ્પિટલોને સીધા વેક્સીન ઉપલબ્ધ કરવાનો વિકલ્પ આપવામાં આવ્યો છે. આ તેમના માસિક ઉત્પાદનના 25% સુધી સીમિત રહેશે. રાજ્ય/કેન્દ્ર શાસિત પ્રદેશ મોટા અને નાના ખનાગી હોસ્પિટલ અને રીજનલ બેલેંસની વચ્ચે સમાન ડિસ્ટ્રીબ્યુશનને ધ્યાનમાં રાખીને ખાનગી હોસ્પિટલોની માંગને પુરી કરશે.  આ ઓવરઓલ ડિમાંડના આધાર પર ભારત સરકાર ખાનગી હોસ્પિટલોના વેક્સીનની સપ્લાય અને રાષ્ટ્રીય સ્વાસ્થ્ય પ્રાધિકરણના ઈલેક્ટ્રોનિક પ્લેટફોર્મના માધ્યમથી તેમની ચુકવણીની સુવિદ્યા પ્રદાન કરશે
 
8- બધા નાગરિકો તેમની આવકની સ્થિતિને ધ્યાનમાં લીધા વિના મફત વેક્સીનેશન માટે હકદાર છે.
 
9- કેન્દ્રની કેન્દ્રિય મફત વેક્સીનેશન નીતિ 21 જૂન, આંતરરાષ્ટ્રીય યોગ દિવસથી શરૂ થશે અને સરકાર 18 વર્ષથી વધુ ઉંમરના તમામ ભારતીય નાગરિકોને 
નિશુલ્ક COVID-19 વેક્સીન આપશે. 
 
10. લોક કલ્યાણની ભાવનાને પ્રોત્સાહન આપવા માટે નોન ટ્રાસફરેબલ ઈલેક્ટ્રોનિક વાઉચરનો ઉપયોગને પ્રોત્સાહિત કરવામાં આવશે. જેનુ ઝડપથી રસીકરણ કેન્દ્રો પર કરી શકાય છે. તેનાથી લોકો પ્રાઈવેટ વેક્સીનેશન સેંટર પર આર્થિક રૂપે નબળા વર્ગોના રસીકરણમાં ફાઈનેંશિયલી સપોર્ટ કરી શકશે. 
 
11. CoWIN  પ્લેટફોર્મ દરેક નાગરિકને સુવિદ્યાજનક અને સુરક્ષિત રૂપથી પ્રી-બુકિંગ વૈક્સીનેશન અપાઈંટમેંટની સુવિદ્યા પ્રદાન કરે છે. બધા સરકારી અને ખાનગી વેક્સીનેશન સેંટર ઈંડિવિજુઅલની સાથે સાથે વ્યક્તિઓના સમુહો માટે ઓનસાઈટ રજિસ્ટ્રેશનની સુવિદ્યા પણ પ્રદાન કરશે. 
 
ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રના નામે પોતાના સંબોધનમાં જાહેરાત કરતા કહ્યુ હતુ કે કેન્દ્ર વેક્સીન ખોરાકના કુલ ઉત્પાદનના 75 ટકા ખરીદશે અને રાજ્યોને મફત આપસહે. કોઈપણ રાજ્ય સરકાર વેક્સીન પર કોઈ ખર્ચ નહી કરે. પ્રધાનમંત્રીએ આગળ કહ્યુ હતુ કે દેશમાં 23 કરોડથી વધુ કોવિડ-19 વેક્સીનનો ડોઝ આપવામાં આવ્યો છે અને આવનારા દિવસોમાં રસીના સપ્લાયમાં વધુ વૃદ્ધિ થશે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

જયારે વઘુ પડતી અસલામતી અને ડર વ્યક્તિમાં ઉદભવે ત્યારે તૅ અંધશ્રદ્ધાના માર્ગે દોરાતો હોય છે. ડો.યોગેશ જોગસણ