Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

આગામી સપ્તાહમાં દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થશે, મુંબઈથી સીધું જ ગુજરાતમાં પ્રવેશ કરશે

આગામી સપ્તાહમાં દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થશે, મુંબઈથી સીધું જ ગુજરાતમાં પ્રવેશ કરશે
, મંગળવાર, 8 જૂન 2021 (13:15 IST)
સાઉથ-વેસ્ટ મોન્સૂન મહારાષ્ટ્રના અલીબાગ પહોંચી ગયું છે અને બે દિવસમાં મુંબઇમાં પ્રવેશશે. ત્યાર બાદ 11થી13 જૂન વચ્ચે સુરત સહિત દ.ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થવાની શક્યતાઓ સેવવામાં આવી છે. આ સાથે 10મીએ બંગાળ ખાડીની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થશે અને આ બે વરસાદી સિસ્ટમથી ચોમાસું બેસવાની શક્યતા છે. દરમિયાન આજે વહેલી સવારે સુરત સિટીમાં બે કલાકમાં 1 ઈંચથી વધુ વરસાદથી વરાછા વિસ્તારમાં પાણી ભરાઈ ગયાં હતાં. સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં 11થી 13 જૂન દરમિયાન ચોમાસું વિધિવત્ બેસી જાય એવી સંભાવના વર્તાઇ રહી છે.

સાઉથ-વેસ્ટ મોન્સૂન હાલમાં મહારાષ્ટ્રના અલીબાગ ખાતે પહોંચી ગયું છે. આગામી બે દિવસમાં મુંબઇ તરફ ચોમાસું પહોંચશે અને ત્યાર બાદ દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થશે. 10 જૂન દરમિયાન બંગાળની ખાડીમાં એક લો પ્રેશર સિસ્ટમ સક્રિય થશે. આ સિસ્ટમને કારણે છત્તીસગઢ, ઓડિશા, મધ્યપ્રદેશ થઇ ગુજરાતમાં વરસાદ થશે. સાઉથ-વેસ્ટ મોન્સૂન અને બંગાળની ખાડીની લો પ્રેશર સિસ્ટમથી અરબી સમુદ્ર ઉપર 10 જૂન બાદ દક્ષિણ પશ્ચિમી પવનો વધુ સક્રિય થશે, જેથી 11થી 13 દરમિયાન સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ થવાની શક્યતા છે. આ સમયગાળા દરમ્યાન ચોમાસું ઓનસેટ થવાની શક્યતા પ્રબળ છે.સુરત શહેરમાં સતત ચોથા દિવસે વરસાદ નોંધાયો છે. વહેલી સવારે બે કલાકમાં જ 1 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો હતો. 1 ઈંચ વરસાદમાં જ પાણી ભરાવાથી પાલિકાની પ્રી-મોન્સૂન કામગીરીની પોલ ખૂલી ગઈ હતી. વરસાદને પગલે વરાછાના પુણા અને ગાયત્રીનગરમાં પાણી ભરાઈ ગયાં હતાં. પાણી ભરાવાને કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે. ગોઠણ સુધીના પાણી ભરાઈ જવાને કારણે ટ્રાફિકજામ પણ સર્જાયો હતો.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

અમદાવાદમાં સીલિંગ કાર્યવાહી સામે રાણિપમાં વેપારીઓએ હાથમાં વાટકા લઈને ભીખ માંગી