Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ભાજપના બે ધારાસભ્યો દહેજમાં બેકારીના પ્રશ્ને ધરણા પર બેઠા

ભાજપના બે ધારાસભ્યો દહેજમાં બેકારીના પ્રશ્ને  ધરણા પર બેઠા
, સોમવાર, 8 ઑક્ટોબર 2018 (11:45 IST)
દહેજ ખાતે આવેલી જી.એફ.એલ. કંપનીમાં સ્થાનિક કર્મચારીઓને થતી હેરાનગતિ અને બેરોજગારીના વિરોધમાં સ્થાનિક ધારાસભ્યો મેદાને પડ્યા છે. આજે વાગરાના ભાજપના ધારાસભ્ય અરૂણસિંહ રાણા અને ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલે કંપનીની તાળાબંધી કરી હતી. અને કંપનીના ગેટ પર જ ધરણા પર બેસી ગયા હતા. અને કંપની સામે પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. ભરૂચ જિલ્લાના દહેજ વિસ્તારમાં સ્થાનિકોની બેરોજગારીનો મામલો વકર્યો છે. તેવા સમયે જી.એફ.એલ. કંપની સામે ભાજપના બે ધારાસભ્યોએ કામદારોની સમસ્યાઓના નિરાકરણ માટે ધરણા પર બેસતા મામલો ગરમ થઇ ગયો છે. દહેજ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં લેન્ડ લૂઝર્સ અને યુવાનોની રોજગારીનો મામલો રોજબરોજ પેચીદો બનતો જાય છે. યુવાનો અને જમીન ગુમાવનાર ખેડૂતો કંપનીઓના ગેટ પર ભિખારીની જેમ નોકરીની ભીખ માંગવા જાય છે. પણ તેઓને કોઈ નોકરી આપવા તૈયાર નથી.પોતાના જ વિસ્તારમાં કંપનીઓના વિકાસ માટે જમીન આપ્યા બાદ પણ સ્થાનિકોની હાલત રોજગારી સંદર્ભે કફોડી બની ગઇ છે. યુવાધનને નોકરીમાં લેતા પહેલા ભણતર ઓછું હોવાનું કહી કંપની સંચાલકો નોકરી આપવામાં નનૈયો ભરી દેતા હતા. હવે ઉચ્ચ અભ્યાસની ડિગ્રી મેળવી રોજગારી મેળવવા જતા સ્થાનિકો યુવાઓને આજે પણ નોકરીએ રાખવા કોઈ તૈયાર નથી. બે દિવસ પહેલા જ દહેજની ખાનગી કંપનીએ 6 કર્મચારીઓને પાણીચુ પકડાવી દેતા તેઓને પુનઃ નોકરી પર લેવા ભરૂચના ભાજપના ધારાસભ્ય દુષ્યંત પટેલે રજુઆત કરી હતી પરંતુ કંપનીના મેનેજરે ચોખ્ખી ના પાડી દેતા દુષ્યંત પટેલ કંપની ગેટ પર વિરોધ પ્રદર્શન કરવા બેસી ગયા હતા. ત્યારબાદ હવે જીએફએલ કંપનીએ 4 કર્મચારીઓની અન્ય જગ્યાએ બદલી કરી દેતા મામલો ફરી ગરમાયો છે. કંપનીના કર્મચારીની વ્હારે બે ધારાસભ્યો આવ્યા હતા. અને વાગરાના ભાજપના ધારાસભ્ય અરૂણસિંહ રાણા અને ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલે કંપનીની તાળાબંધી કરી હતી. અને કંપનીના ગેટ પર જ ધરણા પર બેસી ગયા હતા.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

રાજ્યભરમાં પરપ્રાતિંયો પર થતા હુમલાને લઈને ગુજરાતમાં પ્રાંતવાદનું ઝેર ઘોળવાની રાજ રમત