Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

રાજ્યભરમાં પરપ્રાતિંયો પર થતા હુમલાને લઈને ગુજરાતમાં પ્રાંતવાદનું ઝેર ઘોળવાની રાજ રમત

રાજ્યભરમાં પરપ્રાતિંયો પર થતા હુમલાને લઈને ગુજરાતમાં પ્રાંતવાદનું ઝેર ઘોળવાની રાજ રમત
, સોમવાર, 8 ઑક્ટોબર 2018 (11:32 IST)
રાજ્યભરમાં પરપ્રાતિંયો પર થતા હુમલાને લઈને ગુજરાતમાં પ્રાંતવાદનું ઝેર ઘોળવાની રાજ રમત ચાલી રહી છે. ત્યારે અમદાવાદમાં ગતરાતથી સવાર સુધી વધુ ચાર ફરિયાદ નોંધાઈ છે. સામાજિક પરિસ્થિતિ અને વાતાવરણ ડહોળવાના થતા પ્રયાચો વચ્ચે મેઘાણીનગર, એરપોર્ટ, શાહીબાગ અને વાડજ ખાતેના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. અમદાવાદમાં પર પ્રાંતિય લોકો પર હુમલાના બનાવો વધતા ડરના માર્યા લોકો ઘર ખાલીને કરીને વતનમાં જવા માટે મજબુર બની રહ્યા છે. જેને લઇને પોલીસે સુરક્ષા પુરી પાડવા માટે તમામ પોલીસને રજાઓ રદ કરીને ચાંપતો બંદોબસ્ત ગોઠવી દીધો છે. જોકે અમદાવાદ શહેરમાં રાણીપ, સોલા, મેઘાણીનગર, ઓઢવ સહિત પર પ્રાંતિયો પર હુમલાના સાત બનાવો બન્યા હતા.
webdunia
પોલીસે 104 લોકોની ધરપકડ કરી હતી અને 100 લોકોની ઓળખ પરખ કરવામાં આવી છે. અને હવે વધુ ચાર ફરિયાદ નોંધાઈ છે. અમદાવાદ જિલ્લાના સાણંદ સહિતના ઔદ્યોગિક વિસ્તારમાંથી 5,000 લોકોએ હિજરત કરી છે. અમદાવાદ જિલ્લાના સાણંદ, ચાંગોદર સહિતના ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારોમાં 300 એસઆરપી સહિત 1,000 પોલીસને ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. સાબરકાંઠામાં બાળકી પર થયેલા દુષ્કર્મની ઘટના  બાદ પર પ્રાંતિય લોકોને નિશાન બનાવીને તેમને ગુજરાતમાંથી ભાગી જવાની ધમકી આપીને હુમલા કરવામાં આવી રહ્યા છે. ત્યારે આજે પણ અમદાવાદ રેલવે સ્ટેશને મોટી સંખ્યામાં પરપ્રાંતિયો હિજરત કરી જતા જોવા મલ્યા.

પરપ્રાંતિય હુમલાને લઈને  ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરતા લોકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. એટલું જ નહી અમદાવાદ જિલ્લાના સાણંદ સહિતના ઔદ્યોગિક વિસ્તારમાંથી 5,000 લોકોએ હિજરત કરી છે. અમદાવાદ જિલ્લાના સાણંદ, ચાંગોદર સહિતના ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારોમાં 300 એસઆરપી સહિત 1,000 પોલીસને ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પરપ્રાંતિયો પર હુમલાઓને લઇને અલ્પેશ ઠાકોરે ભાજપ પર આક્ષેપો કર્યા હતા. ત્યારે આ અંગે ડે.સીએમ નીતિન પટેલે પણ પલટવાર કર્યો હતો. તો સુરત ખાતે આયોજીત સર્વધર્મ સંકલ્પ સંમેલનમાં વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ પરપ્રાંતિય પર હુમલા મુદ્દે ગંભીર આક્ષેપ કરતાં કહ્યુ છે કે હુમલાનું આ કૃત્ય ભાજપના ગુંડાઓ કરી રહ્યા છે.
webdunia

પરપ્રાંતીયો પર હુમલાને લઈને કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર ભાજપ પર કરેલા આક્ષેપોને લઈને ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ આઈ.કે.જાડેજાએ કોંગ્રેસ પર પ્રહાર કર્યા. તેમણે પરપ્રાંતીયો પર હુમલાઓને વખોડીને કહ્યું કે કોંગ્રેસ ગુજરાતમાં અશાંતિ ઉભી થાય તેવા પ્રયાસો કરી રહી હોવાના આક્ષેપો કર્યા છે. હાલોલ પોલીસે રાજ્યની શાંતિ ડહોળાય અને પરપ્રાંતિયોને ગુજરાત બહાર કાઢવાનો ઇરાદો ધરાવતા કુલ 17 શખ્સોની ધરપકડ કરી છે. આ સાથે આ તમામ લોકો સામે 151 મુજબનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હાલોલ અને કાલોલ તાલુકાના જીઆઇડીસી નજીક આ 17 લોકો એકત્રિત થયા હતા. જો કે તેઓ કોઇપણ ગુનાઇત પ્રવૃતિને અંજામ આપે તે પહેલા જ પોલીસે તેમની ધરપકડ કરી લીધી હતી.
webdunia
પ્રાંતિજ- તલોદ ખાતે ફ્લેગ માર્ચ યોજાઇ. આઇજી સહિત જીલ્લા પોલીસવડાના કાફલા દ્વારા પ્રાંતિજ- તલોદ સિરામીક ઝોન સહિતના વિસ્તારમાં ફ્લેગ માર્ચ કરાયુ હતું. આ ફલેગ માર્ચમાં ગાંધીનગર રેન્જ આઇજી મયંક સિંહ ચાવડા, સાબરકાંઠા એસપી ચૈતન્ય રવિન્દ્ર મંડલીક, ડેપ્યુટી એમ.ડી.ઉપાધ્યાય, વી.આર.ચાવડા સહિતની અધિકારીઓ જોડાયા હતા. વડોદરામાં વાઘોડિયાના જરોદ નજીક કામરોલ ગામે પરપ્રાંતીઓ પર હુમલાની ઘટના બની છે. જેમાં 6 પરપ્રાંતીયો ઘાયલ થયા છે. જેમને એસએસજી હોસ્પીટલમાં ખસેડાયા છે. આ તમામ પરપ્રાંતીય કામરોલ ગામ પાસે આવેલી કેનફાસ્ટ કંપનીના કર્મચારી છે. પોલીસે 16 લોકોની ધરપકડ કરી છે.
પોલીસ હુમલાખોરોને અજ્ઞાત સ્થળે લઈ ગઈ છે. ઘટનાને પગલે પોલીસ કાફલો ખડકી દેવાયો છે. તો સોમવારે વાઘોડિયા બંધના એલાનની અફવા સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે. જેને પગલે વાઘોડિયામાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ઉચ્ચ પોલીસ અધિકારીઓએ દરેક સમાજના અગેવાનોની તાકીદે બેઠક બોલાવી હતી. બહુચરાજીમાં મોટી સંખ્યામાં પરપ્રાંતિયો વસવાટ કરે છે. જેથી બહુચરાજી પોલીસ અને મામલતદારે ઉમદા પહેલ કરતા તમામ પરપ્રાંતિયોને સુરક્ષાની ખાતરી આપી છે. સાથે જ પોલીસે ખાસ હેલ્પલાઇન પણ શરૂ કરી છે.જેથી કોઇપણ વ્યકિત કોઇપણ મુસિબતમાં પોલીસનો સંપર્ક કરી શકે.
 


 
 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલના નિવેદનથી બળતામાં ઘી હોમાયું ઠાકોરો ભડક્યાં