Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

અમદાવાદ એરપોર્ટમાં મુસાફરોની સંખ્યામાં 27.1%નો વધારો

અમદાવાદ એરપોર્ટમાં મુસાફરોની સંખ્યામાં 27.1%નો વધારો
, શુક્રવાર, 3 ઑગસ્ટ 2018 (12:30 IST)
અમદાવાદના સરદાર વલ્લભભાઇ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતેથી ફ્લાઇટની આવાગમન એ મુસાફરોની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. જૂન ૨૦૧૮માં અમદાવાદ એરપોર્ટમાંથી ૬,૯૯,૩૬૦ ડોમેસ્ટિક મુસાફરો નોંધાયા હતા. આમ, જૂન ૨૦૧૭ કરતા જૂન ૨૦૧૮માં ડોમેસ્ટિક મુસાફરોની સંખ્યામાં ૨૭.૧ ટકાનો વધારો થયો હતો. જૂન ૨૦૧૮ના આંકડા પર નજર કરતા એમ કહી શકાય કે અમદાવાદમાંથી દરરોજ સરેરાશ ૨૩૩૧૨ ડોમેસ્ટિક મુસાફરોએ આવાગમન કર્યું હતું. બીજી તરફ જૂન ૨૦૧૮માં ઇન્ટરનેશનલમાં મુસાફરોની સંખ્યા ૧,૫૫, ૬૯૨ નોંધાઇ હતી. જેની સરખામણીએ જૂન ૨૦૧૭માં ૧.૩૨ લાખ ઇન્ટરનેશનલ મુસાફરો નોંધાયા હતા. એમ કહી શકાય કે એક વર્ષમાં અમદાવાદથી ઇન્ટરનેશનલ મુસાફરોમાં ૧૪.૭ ટકાનો વધારો નોંધાયો છે. અમદાવાદ એરપોર્ટ ખાતે જૂન ૨૦૧૮માં ૧૧૧૭ ઇન્ટરનેશનલ એરક્રાફ્ટનું, ૫૨૧૦ ડોમેસ્ટિક એરક્રાફ્ટનું આવાગમન નોંધાયું છે. બીજી તરફ જૂન ૨૦૧૮માં ૧૧૧૭ ઇન્ટરનેશનલ એરક્રાફ્ટનું અમદાવાદમાં આવાગમન નોંધાયું છે. જે ગત વર્ષ કરતા ૩.૭ ટકા વધારે છે. એપ્રિલ ૨૦૧૭થી માર્ચ ૨૦૧૮માં અમદાવાદ એરપોર્ટમાં ૯૧.૭૪ લાખ મુસાફરોએ આવાગમન કર્યું હતું. દેશમાં સૌથી વધુ મુસાફરોનું આવાગમન હોય તેવા એરપોર્ટમાં અમદાવાદ આઠમા ક્રમે છે

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

EVM નહી, બેલેટ પેપરથી કરાવવામાં આવે 2019ની લોકસભા ચૂંટણી, વિપક્ષ કરશે માંગ