પોલીસ દ્વારા ટ્રાફિકના નિયમોનું કડક પાલન કરાવવા માટે ટ્રાફિક શાખાની ટીમ દ્વારા સવારથી જ વિવિધ જગ્યાએ ડ્રાઈવ ચલાવવામાં આવી હતી. આ કામગીરી દરમિયાન પોલીસ સેટેલાઈટ વિસ્તારમાં ઈસરો પાસે વાહન ચાલકોને નિયમ ભંગ કરવા બદલ દંડ કરી રહી હતી ત્યારે વાહન ચાલક કેટલાક લોકો અને પોલીસ વચ્ચે ચકમક જરી હતી. થોડી જ વારમાં આ મામલો એટલો ઉગ્ર બન્યો કે બંને તરફે અપશબ્દો બોલવામાં આવ્યા હતા. ઉશ્કેરાયેલા પોલીસકર્મીઓ કેટલાક વ્યક્તિઓ ઉપર ધોળ-ધપાટ કરી હતી, આ સમગ્ર ઘટના ત્યાં ઉભેલા કેટલાક લોકોએ પોતાના મોબાઈલમાં રેકોર્ડ કરી લીધી હતી. હાલ આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા પોલીસ શું કામગીરી કરવા ગઈ હતી અને શુ કરીને આવી તેવી ચર્ચાઓ વહેતી થઈ છે. અમદાવાદમાં ટ્રાફિક નિયમનનો ભંગ કરનાર લોકોને દંડ કરવાનું કામ પોલીસ કરે છે. પરંતુ આજે પોલીસ જ તમામ ટ્રાફિકના નિયમોનું છડેચોક ઉંલ્લઘન કરતા જોવા મળ્યા હતા. બીજી તરફ ત્યાંથી પસાર થતા લોકો પણ આ દ્ગશ્ય જોઈને તમામ કામગીરીની તસવીરો લઈ રહ્યાં હતા અને કહી રહ્યાં હતા, કે નિયમો બધા માટે સરખા હોવા જોઈએ. ટ્રાફિક વિભાગ ઈ મેમોથી દંડ વસૂલે છે અને રસ્તા પર પણ દંડ વસૂલીને લોકો પાસેથી માત્ર પૈસા જ ઉઘરાવે છે. દંડના નામે ચૂંટણી ફંડ ઉઘરાવવા ભાજપ સરકાર પોલીસને છૂટો દોર આપી રહી છે. બાકી કોઈની પર હાથ ઉપાડવાનો અધિકાર પોલીસને કોને આપ્યો. આવા અચ્છે દીન આ સરકારમાં જોવા મળી રહ્યાં છે. જેવી ચર્ચાઓએ ઈસરો વિસ્તારને ગાજતો કરી નાંખ્યો હતો.