Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાતમાં બોર્ડની પરીક્ષામાં એક જ દિવસમાં ગેરરીતિના 11 કેસ સામે આવ્યા

board exam
, ગુરુવાર, 14 માર્ચ 2024 (14:53 IST)
ગુજરાત બોર્ડની પરીક્ષામાં એક જ દિવસમાં ગેરરીતિના 11 કેસ સામે આવ્યા છે. આણંદમાં સૌથી વધુ 4 કેસ નોંધાયા છે. તથા અમદાવાદમાં વિદ્યાર્થિની મોબાઇલ સાથે ઝડપાઈ છે. ધો.10 અને ધો.12 સામાન્ય પ્રવાહમાં 5-5 કોપી કેસ નોંધાયા છે.

બુધવારના રોજ યોજાયેલી ધોરણ 10 અને 12ની પરીક્ષામાં એક જ દિવસમાં રાજ્યમાં કુલ 11 ગેરરીતિના કેસ નોંધાયા છે. ધોરણ 10માં અમદાવાદમાં મોબાઇલ સાથે વિદ્યાર્થિની ઝડપાવા સાથે કુલ 5 કેસ, ધોરણ.12 સામાન્ય પ્રવાહમાં 5 અને ધોરણ.12 સાયન્સમાં એક કેસ નોંધાયો છે. બોર્ડ દ્વારા પ્રસિદ્ધ કરાયેલી વિગતો મુજબ બુધવારે સવારના સેશનમાં ધોરણ.10માં ગણિત બેઝિક અને સ્ટાન્ડર્ડ વિષયની પરીક્ષા યોજાઈ હતી. આ પરીક્ષામાં અમદાવાદમાં એક, અમરેલી, સુરત, આણંદ અને જૂનાગઢમાં એક-એક એમ કુલ 5 ગેરરીતિના કેસ નોંધાયો હતા. ગણિત બેઝિકમાં કુલ નોંધાયેલા 7,64,247 વિદ્યાર્થીઓમાંથી 7,43,682 ઉપસ્થિત રહ્યાં હતા. સ્ટાન્ડર્ડમાં 71,586 વિદ્યાર્થીઓમાંથી 71,193 ઉપસ્થિત રહ્યાં હતા.બીજા સેશનમાં ધોરણ.12 સામાન્ય પ્રવાહમાં અર્થશાસ્ત્ર વિષયની પરીક્ષામાં પણ 5 કોપી કેસ નોંધાયા હતા, જેમાં આણંદમાં 4 અને જામનગરમાં એક કેસ નોંધાયો હતો. આ પરીક્ષામાં કુલ નોંધાયેલા 3,13,967 વિદ્યાર્થીઓમાંથી 3,10,798 ઉપસ્થિત રહ્યાં હતા. ધોરણ 12 સાયન્સમાં રસાયણ વિજ્ઞાન વિષયની પરીક્ષા યોજાઈ હતી, જેમાં સુરત ખાતે એક કોપી કેસ નોંધાયો હતો. આ પરીક્ષામાં નોંધાયેલા કુલ 1,29,613 વિદ્યાર્થીઓમાથી 1,28,191 વિદ્યાર્થી ઉપસ્થિત રહ્યાં હતા.ધોરણ 10માં વિદ્યાર્થીઓની સૌથી વધુ ડર ગણિત વિષયનો હોય છે, કારણ કે દર વર્ષે ગણિતમાં સૌથી વધુ વિદ્યાર્થીઓ નાપાસ થાય છે, પરંતુ ગણિત બેઝિક અને સ્ટાન્ડર્ડ બંને પેપર સરળ અને પુસ્તક આધારિત પ્રશ્નો પૂછાયા હતા. આ સિવાય સાયન્સમાં કેમેસ્ટ્રીનું પેપર પણ સરળ રહેતા વિદ્યાર્થીઓએ હાશકારો અનુભવ્યો હતો. ગણિતમાં વિભાગ B,C અને Dમાં પુસ્તકમાંથી બેઠા દાખલા પૂછાયા હોવાનું ગણિતના શિક્ષકે જણાવ્યું છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

દુલ્હને લગાવ્યું વરને સિંદૂર, વાયરલ VIDEO